સુરેન્દ્રનગરના સાંસદ ચૂંટાયા પછી પ્રજાને જ ભૂલી ગયા હોવાના ગંભીર આક્ષેપ.
પાંચ વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ સમયમાં ડો.મહેન્દ્ર મુંજપરા કુંતલપુર ગામમાં ન દેખાયાના ગ્રામજનોએ કર્યા આક્ષેપો

તા.16/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પાંચ વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ સમયમાં ડો.મહેન્દ્ર મુંજપરા કુંતલપુર ગામમાં ન દેખાયાના ગ્રામજનોએ કર્યા આક્ષેપો
સુરેન્દ્રનગર જિલ્લાના કુંતલપુર ગામે પીવાના પાણીની સમસ્યા યથાવત છે કુંતલપુર ગામમાં કુલ 3000 ની વસ્તી ધરાવતું ગામ છે ત્યારે તેમાં આજની તારીખે પણ બોરમાંથી આવતું મોડું પાણી ઘર સુધી વપરાશ માટે અને પીવા માટે આપવામાં આવી રહ્યું છે જો તેમને મીઠું પાણી પીવું હોય તો એક બેડાના પાંચ રૂપિયા લેખે ખરીદી કરવું પડી રહ્યું છે કે એક ઘરમાં રોજ ત્રણથી ચાર બેડા પાણીની જરૂર પડતી હોય છે ત્યારે રોજનું 20 થી 25 રૂપિયાનું પાણી આ ગામના લોકો વેચાતું લે છે અને પોતાની તરસ છુપાવે છે આઝાદીના 75 વર્ષ પછી પણ ગામમાં બોરનું પાણી નળ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આ બોરનું પાણી પીવા લાયક અને વપરાશ લાયક ન હોવાના કારણે અને ટીડીએસ વધારે હોવાના કારણે બોરના પાણીમાં ટેન્કરનું પાણી મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ ગામ સુધી નળમાં પહોંચાડવામાં આવે છે કે ગામમા આઝાદીના 75 વર્ષ પછી પણ ગામમાં બોરનું પાણી નળ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે પરંતુ આ બોરનું પાણી પીવા લાયક અને વપરાશ લાયક ન હોવાના કારણે અને ટીડીએસ વધારે હોવાના કારણે બોરના પાણીમાં ટેન્કરનું પાણી મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ ગામ સુધી નળમાં પહોંચાડવામાં આવે છે હાલની પરિસ્થિતિ મુજબ રોડના ચાર ટેન્કર ભરી અને પંપમાં પાણી ઠાલવવામાં આવે છે અને તે બોરના પાણીમાં મિક્સ કરીને ત્યાર બાદ લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે ગામમાં બોરનું પાણી પીવાના કારણે માલ ઢોર તેમજ સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટી નીકળતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે મોટાભાગે ચામડીના રોગો થાય છે અને આ પાણી પીવામાં વપરાશ લેવામાં આવે તો કિડનીના રોગો પણ થતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે આઝાદીના 75 વર્ષ પછી પણ પાણી માટે આ ગામ વલખા મારી રહ્યું છે અને પીવાનું પાણી વેચાતું લેવું પડી રહેવું છે સરકાર આ મામલે ગામ સામું જોવે અને ઘર સુધી પાણી પહોંચાડે તેવી ગ્રામજનોની માંગણી છે રોજ સવારે ગામની મહિલાઓને પીવા માટેનું ચોખ્ખું પાણી ભરવા બેડા લઈ અને સંપ સુધી જવું પડે છે અને ત્યાં ફિલ્ટર નાખવામાં આવેલો છે ત્યાંથી વેચાતું પાણી લેવું પડી રહ્યું છે હવે આ મામલે સરકાર વિચારી અને ઘર સુધી નર્મદાનું મીઠું પાણી પહોંચે તેવી સ્થાનિક લોકો અને સ્થાનિક મહિલાઓ માંગ કરી રહી છે.





