KALOL(Panchamahal)PANCHMAHAL

મોડુ થવાથી ગભરાઈ ગયેલ મહિલાને તેઓની બહેન ના ધરે અભ્યમ ટીમે સહીસલામત પહોંચાડી.

તારીખ ૧૩ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી થર્ડ પાર્ટી કોલ આવતાં તેમને જણાવેલ કે પાવાગઢ દર્શન કરવા માટે આવેલ એક મહિલા ભૂલા પડી ગયેલા છે જેથી તેઓ નજીકનાં વિસ્તારમાં પેટ્રોલપંપ પર બેઠા છે તેમની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર જાણ કરેલ. પંચમહાલ ગોધરા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી થર્ડ પાર્ટી સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે આ બહેન એકલા રસ્તા પર મંદિર પાસે બેઠા હતા. તેઓ ત્યાં એકલા સુમસામ જગ્યાએ હતાં જેથી કામ પરથી પરત આવતા એક ભાઈ તેમને બેસાડીને અહીંયા પેટ્રોલપંપ પર લઈ આવ્યા. ત્યારબાદ તેમને ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ. મહિલાની પુછપરછ કરતા તેમને જણાવેલ કે તેઓ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના નજીકનાં વિસ્તારમાં રહે છે તેમની સસરીમાંથી તેઓ તેમની બહેનના ઘરે પ્રસંગ માં આવ્યા હતા ત્યાંથી પ્રસંગ પતાવી પાવાગઢ દર્શન માટે આવ્યા.ત્યારબાદ તેમને પાવાગઢ દર્શન કરી પરત ફરતા મોડું થઈ ગયું.જેથી તેઓ ગભરાય ગયા અને છૂટક વાહનમાં બેસી ગયા. વાહન ચાલકે તેમને હાલોલ આવી એક મંદિર પાસે ચોકડી પર ઉતારી દીધા. ત્યારબાદ તેમને જણાવેલ કે તેઓને ચાર મહિના ની પ્રેગનન્સી છે. અત્યારે તેમનાં પતિ ઘરે નથી તેઓ કામકાજ માટે બહાર ગયા છે જેથી તેમને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નજીકનાં વિસ્તારમાંથી તેમનાં બહેન રહે છે ત્યાં જવું છે જેથી તેમની બહેનનો મોબાઈલ નંબર મેળવી તેમનું પૂરતું સરનામું મેળવી. મહીલાને સહિસલામત તેમની બહેનના ઘરે સોંપ્યા .તેમજ આ રીતે એકલા ઘરેથી નહિ નીકળવા સમજ આપી .પોતાની બહેનને સહીસલામત ઘરે પરત મેળવતા તેમની બહેને ૧૮૧ ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો.

 

[wptube id="1252022"]
Back to top button