NATIONAL
શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં, 13 લોકોનાં મોત

ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા, જેમાં મહિલા, પુરgષ અને બાળકો પણ સામેલ છે. 13 લોકોનાં મોત થયાં છે. 17 લોકોને વાવમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાવમાં ચારથી પાંચ ફૂટ પાણી છે અને બાકી પથ્થર અને કાંપ છે.
[wptube id="1252022"]