GUJARATRAJKOTUPLETA

જામકંડોરણા બી.આર.સી.ભવન ખાતે તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૨ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

કલા (આર્ટ) એટલે કાંઇક નવુ કરવુ. કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્રકલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમાં કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતાનું સ્તર વધે છે. સર્જનાત્મકતામા પણ વધારો થાય છે, અને આત્મવિશ્વાસ પણ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે, તેને પ્રેરણા મળે છે. સાથે સાથે તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધી શકે છે.જે અંતર્ગત જામકંડોરણા બી.આર.સી.ભવન ખાતે તાલુકા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળ કવિ, ચિત્ર સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા તેમજ સંગીત વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વાર્તા કથન, વાર્તા લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા ઉત્સવ માં વાર્તા લેખનમા 18 શાળાના 21 બાળકોએ ભાગ લીધો હતો જ્યારે કલા પ્રદર્શન માં 23 શાળામાંથી 28 વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કલા ઉત્સવ કાર્યક્રમમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પુરસ્કાર આપી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
કલા ઉત્સવ ના કાર્યક્રમનું સમગ્ર આયોજન બી .આર.સી. કો-ઓર્ડિનેટર સંજયભાઈ બોરખતીરીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ જામકંડોરણાની અન્ય શાળાના શિક્ષકો હાજર રહ્યા હતાં આ સ્પર્ધાથી બાળકોમાં રહેલ આંતરિક શક્તિઓનો વિકાસ થાય છે તેમજ તેને આગળ વધવા માટે પ્રેરણા મળે છે. તેવું કાર્યક્રમ ના અંતે બી.આર.સી. કો-ઓર્ડિનેટર સંજયભાઈ બોરખતીરીયા જણાવ્યું હતું

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button