
૧૪ – ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા મધ્યે પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા આજ રોજ આયોજીત એસપી સાહેબશ્રી તેમજ કોડાય પોલીસ સ્ટેશન દ્વારા આયોજીત લોક દરબાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત એસપી સાહેબ નુ લોક દરબાર યોજાયો હતો આ લોક દરબાર માં બિદડા ગામના પોલીસ થાણાના અંડર માં આવતા છ ગામોમાં ના સરપંચ શ્રી તેમજ ગામના તમામ સમાજના આગેવાનો ને લોક દરબાર કાર્યક્રમ માટે કોડાય પોલીસ સ્ટેશન ના પીઆઈ વાઘેલા સાહેબ એ ગામના આગેવાનો ને આવકાર્ય હતાં અને પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયા સાહેબશ્રી, કોડાય પોલીસ પીઆઈ વાઘેલા સાહેબશ્રી,પીએસઆઈ ગોહિલ સાહેબશ્રી નુ ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.એસપી સાહેબશ્રી એ જણાવ્યું હતું કે તમામ પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટેશન તેમના વિસ્તારમાં વાર્ષિક ઇન્પેકશન માં જવાનું થાય છે એમનાં ભાગ રૂપે ૨૦૨૩.ના છેલ્લા મહિનામાં એટલે ડિસેમ્બર મહિનામાં કોડાય પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઇન્પેક્શન ચાલી રહ્યું છે ત્યારે કાયદા અને કાનૂ વિશે સમિક્ષા કરવા બાબતમાં અમારી વિઝીટ ચાલુ હોવાથી કોડાય પોલીસ સ્ટેશન ના હદ માં આવતા તમાંમ આઉટ પોસ્ટ નાં પોલીસ થાણા માં જવાનું હોવાથી આજ રોજ બિદડા પોલીસ થાણા માં આવતા છ ગામોમાં ના સરપંચશ્રી ઓ સાથે આગેવાનો સાથે મુલાકાત કરી ને એસપી સાહેબશ્રી એ જણાવ્યું હતું કે પોલીસ નાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા સાથે તમને સલાહ સુચન કરવામાં આવશે અને તમારા પણ કોઈ પ્રશ્ન કે કોઈ રજુઆત હોય તો તમો અમોને જણાવી શકો છો અને એસપી સાહેબશ્રી એ જણાવ્યું કે તમારા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તે માટે ગામના સરપંચશ્રી ઓ તેમજ આર્થિક ફાળો પોલીસ દ્વારા પણ કરવામાં આવશે સાથે કોઈ ગામના આગેવાનો પણ સીસીટીવી કેમેરા લગાવવામાં ફાળો આપી શકે છે તો સીસીટીવી કેમેરા એક ગામ માટે ગામની સુરક્ષા છે તો કચ્છના દરેક ગામડાઓમાં કેમેરા લગાવવામાં આવે અને તમારા ગામમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ થતી હોય કે કોઈ વ્યક્તિ ને વ્યાજ માંટે દબાણ કરતું હોય કે કોઈ સમાજના લોકો ને હેરાન કરતું હોય ઘરેલુ હિંસા થતી હોય કે મહિલાઓ ને હેરાન કરતું હોય તો તમે લોકો પોલીસ ને જાણ કરી શકો છો અને ખેડૂતો ના વાડી મા નાની મોટી ચોરી થતી હોય તો તમો ખેડૂતો તાત્કાલિક પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી શકો છો માટે પશ્ચિમ કચ્છ પોલીસ તમારી રજુઆત સાંભળીને આગળ કાયદા મુજબ તમને મદદરૂપ થશે અને તમે તમારા બાળકને કે કોઈ પણ વ્યક્તિ ને મોટરસાયકલ ચલાવતી વખતે હેલ્મેટનુ અવસ્ય ઉપયોગ કરાવવું જેથી હાલમાં બાઈક નાં આકસ્માક બનાવ વધુ બને છે તે આકસ્માક જીવલેણ સાબિત થઈ રહ્યા છે તો તે બનાવો બને નહીં તે માટે સાવચેતી રાખવી જોઈએ આકસ્માક બનાવ અંગે ગુજરાત સરકાર પણ સતત ચિંતા કરી રહી છે સાથે ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ,પોલીસ વડા ડીજી સાહેબ આઈજી સાહેબ, પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પણ આકસ્માક નાં બનાવો બને નહીં તે માટે સતત ચિંતા કરી રહ્યા છે તેવું પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયા સાહેબે જણાવ્યું હતું.આયોજીત લોક દરબાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આયોજીત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ વ્યવસ્થા બિદડા આઉટ પોસ્ટ ના જમાદાર શ્રી.એચ.કે.પટેલ સાહેબ તેમજ તેમની સમસ્ત ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.લોકદરબાર કાર્યકમ માં ઉપસ્થિત ગામના સરપંચશ્રી ઓ તેમજ ગામના આગેવાનો અને માંડવી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી,તાલુકાના પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો, માંડવી તાલુકાના શિવ સેના પ્રમુખ શ્રી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.લોક દરબાર કાર્યક્રમમાં પધારેલા છ ગામોના સરપંચોશ્રીઓ સાથે આગેવાનો નુ બિદડા પોલીસ થાણા હેન્ડ કો. એચ.કે.પટેલ સાહેબ,પોલીસ હેન્ડ કો, ગઢવી સાહેબ, પોલીસ કો.પીયુષભાઈ, ભાવેશભાઈ, દ્વારા તમામ પધારેલા આગેવાનો નુ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.અને આભાર વિધિ માંડવી તાલુકાના શિવ સેના પ્રમુખ શ્રી અમિતભાઈ સંઘાર દ્વારા કરવામાં આવી હતી.








