થરાદ શહેર ભાજપ દ્વારા સામાજિક ન્યાય સપ્તાહ(૬ થી ૧૪ એપ્રિલ) ઉજવણી અનુસંધાને ૬ એપ્રિલ -ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

6 એપ્રિલ
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે અને દેશમાં સૌથી વધારે ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, રાજ્ય સરકારો અને કેન્દ્રમાં સતત બીજી વખત માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર છે.
તા. ૬ એપ્રિલના ભાજપનો સ્થાપના દિવસ અને ૧૪ એપ્રિલના રોજ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ છે.
રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નડ્ડાજીની સૂચના મુજબ, પાર્ટીના સ્થાપના દિવસથી લઈને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ સુધી “સામાજીક ન્યાય સપ્તાહ”ના રૂપમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું છે.
જેના અનુસંધાને થરાદ શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે જેના ઇન્ચાર્જ મહામંત્રી પ્રકાશભાઈ સોની અને સહ ઇન્ચાર્જ યુવા પ્રમુખ હીતેશભાઇ વાણીયા છે.
પાર્ટી ના વિવિધ કાર્યક્રમો ના આયોજન ના ભાગરૂપે આજે ૬ એપ્રિલ -ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ નીમિતે પાર્ટી ના કાર્યાલય ખાતે ધ્વજ લગાવવા મા આવ્યો હતો,પાર્ટી ના ઇતિહાસ વિશે બૌધ્ધિક કરવામાં આવ્યું હતું,અને દરેક કાર્યકર્તાઓ એ પોતાના ઘરે ભાજપ નો ધ્વજ લગાવી ઉજવણી કરવામાં આવી હતી,સૌ કાર્યકર્તાઓ એ સાથે મલી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નું ઉદ્બબોધન સાંભલ્યુ હતું.
આ પ્રસંગે થરાદ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા, મહામંત્રી પ્રકાશભાઈ સોની, મહામંત્રી જેહાભાઇ હડીયલ વિવિધ મોરચા પ્રમુખ મહામંત્રી, શક્તિ કેન્દ્ર સંયોજક પ્રભારીઓ, પાર્ટી ના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







