GUJARATMULISURENDRANAGAR

સરલા જમીન દબાણ બાબતે કલેકટરને રજુઆત

જિલ્લા પંચાયત પ્રમુખ હોય કે આગેવાન દબાણ દૂર કરવામાં આવશે જ, જિલ્લા કલેક્ટર

તા.18/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયત પ્રમુખ હોય કે આગેવાન દબાણ દૂર કરવામાં આવશે જ, જિલ્લા કલેક્ટર
મુળીના સરલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ બચુભાઈ પટેલ અને પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બચુભાઈ રામજીભાઈ પટેલનું ૧૧૦૦ વાર પાકું બાધકામ દબાણ દુર કરવાનો હુકમ મામલતદાર મુળી દ્વારા ૯ મહિના પહેલા કરવામાં આવેલ હોય પરંતુ રાજકીય વગના કારણે દબાણ દુર કરવામાં આજદિન સુધી આવેલ નહીં ત્યારે અરજદાર દિલીપભાઈ ઉજમશી ભાઈ પટેલ દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સંપત સાહેબને રજુઆત રૂબરૂ કરવામાં આવતા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને કોઈપણ રાજકીય આગેવાન હોય કે હોદેદાર હોય કોઈને આ બાબતે બક્ષવામા આવશે નહીં જણાવ્યું હતું તેઓ આ બાબતે તાત્કાલિક આદેશ કરશે તેમ જણાવ્યું હતું સામે ગામજનોમાં હનુમાનજી મંદિરનું દબાણ મુળી મામલતદાર દ્વારા હટાવવામાં આવતા એક તરફી કાર્યવાહીના આક્ષેપ ગામજનોએ કરતાં હોય આ બાબતે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ગત ૧૩ માર્ચના રોજ મામલતદાર મુળી બે જેસીબી મશીન લાવી હનુમાનજી મંદિર બગીચો ફેન્સીંગ દિવાલ તોડફોડ કરવામાં આવી હોય ત્યારે સરલા ગામજનો સ્થળ ઉપર ધસી જ‌ઈને તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેની રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં મામલતદાર મુળી દ્વારા એક તરફી કાર્યવાહી કરી ચાલતી પકડી હતી ત્યારે સરલા ગામજનોએ કલેક્ટરને આજે રૂબરુ મળી રજુઆત કરી હતી તેમાં જણાવેલ કે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ બચુભાઈ પટેલ તથા પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બચુભાઈ રામજીભાઈ પટેલનુ દબાણ છેલ્લા ૯ મહિનાથી હુકમ છે છતાં કેમ દુર કરવામાં આવતું નથી ત્યારે કલેક્ટર દ્વારા કડક વલણ અપનાવી આગળની કાર્યવાહી માટે સુચના આપવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button