થરા શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવ આરાધના કરવામાં આવી


28 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાંકરેજ તાલુકાના થરા શ્રી વિનય વિદ્યા મંદિર પ્રાંગણ ખાતે શિવ મહિમા અને શિવ સ્તુતિનો કાર્યક્રમ કેળવણી મંડળના પ્રમુખ-માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં પ્રાથમિક શાળાની બહેનોદ્વારા શિવ ત્રાંડવ તથા માધ્યમિક અને ઊચ્ચતર માધ્યમિકની બહેનોએ શિવ સ્તુતિ નું ગાન કર્યું હતું.ત્યારબાદભગવાન ભોળાનાથની મહા આરતી કરી બાળકોને પ્રસાદનું વિતરણ કરવા માં આવ્યું.આ પ્રસંગે કે.મંડળના પ્રમુખ-માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલે બાળકોને શ્રાવણ માસનું હિન્દૂ સંસ્કૃતિમાં અનેરું મહત્વ રહેલ છે અને તેમણે પોતાના યુએસએના ૭૫ દિવસના પ્રવાસની બાળકોને શૈક્ષણિક ઉપયોગી માહિતી આપી હતી.ત્યારબાદ શાળાના નવનિયુક્ત આચાર્ય હરેશભાઇ ચૌધરી અને પૂર્વ.ઇન્ચાર્જ આચાર્ય- સુપરવાઈ ઝર ઈશ્વરભાઈ બી. પટેલનું પણ ફુલહાર અને શાલથી સ્વાગત કર્યું. આ પ્રસંગે નટવરલાલ શેખલીયા નાથાભાઈ પટેલ, એમ.વી.પટેલ, નરેશભાઈ પટેલ, બળવંતભાઈ ચૌધરી, ખાનજી ભાઈ વણકર, વાઘાભાઈ પટેલ, દેવરાજભાઈ પટેલ, જેવરાજ ભાઈ પીલિયાતર, ભગીરથભાઈ ચૌધરી,અશોકભાઈ પટેલ,બબી બેન ચૌધરી તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો એ હાજર રહી કાર્યક્રમમાં સહયોગ આપેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ એ કરેલ.









