વિજાપુર ભાવસોર પાટીયા પાસે 200 કિલો થી વધુના પોસડોડા અકસ્માત સર્જીત કાર માંથી ઝડપાયા
#પોલીસના ડરથી કાર ચાલક કાર મૂકી ને ફરાર પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી#

વિજાપુર ભાવસોર પાટીયા પાસે 200 કિલો થી વધુના પોસડોડા અકસ્માત સર્જીત કાર માંથી ઝડપાયા
#પોલીસના ડરથી કાર ચાલક કાર મૂકી ને ફરાર પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી#
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ભાવસોર પાટીયા પાસે ડિવાઈડર ઉપર ચઢી વીજ ના ઉભા થાંભલા સાથે અથડાઈ અકસ્માત સર્જી નમ્બર વગર ની બ્લેક કાર મુકીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો પોલીસે અકસ્માત સર્જિત કાર માં તપાસ કરતા 205 કિલો જેટલા પોસ ડોડા નો જથ્થો ઝડપાયો હતો આ અંગેની જાણવા મળેલી વિગતો મુજબ ભાવસોર પાટીયા પાસે વહેલી સવારે ડિવાઈડર વચ્ચે આવેલ વીજ થાંભલા ને અથડાઈ અકસ્માત વાળી ગાડીની લાડોલ તેમજ સ્થાનીક પોલીસે વિગતો મેળવવા પ્રયાસ કરતા તેમાં 12 થેલા પોસ ડોડા રૂપિયા 6 લાખ 17 હજાર કિંમત ના મળી આવ્યા હતા. પોલીસે કાર નમ્બર તેમજ એન્જીન ચેસીસ નમ્બર ની તપાસ કરતા તે પણ ઘસાયેલ તેમજ અલગ અલગ નમ્બર ની નમ્બર પ્લેટો મળી આવી હતી જેના કારણે હાલમાં કાર માલીક તેમજ કાર ચાલક ને ઝડપી પાડવામાં અડચણ ઉભી થઇ છે. હાલમાં પોલીસે કાર અને પોસડોડા સહિત રૂપિયા 13 લાખ 17 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ક્રેટા કારના ચાલક ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.