GUJARAT
પુનિયાદથી આનંદી માર્ગની બાજુમા નમી ગયેલી હાલત મા જોવાતા વીજ થાંભલાઓનુ જરૂરી સમારકામ કરવા લોક માંગ
વડોદરા જીલ્લા ના શિનોર મા પુનિયાદ થી આનંદી ગામ ને જોડતો પાછો માર્ગ આવેલો છે. આ માર્ગ ની બાજુમાં જીવંત વીજ વાયરો થી વિજય પ્રવાહના સપ્લાય માટે વિજ થાંભલાઓ ઉભા કરાયેલા છે.જે પૈકીના કેટલાક થાંભલાઓ વધુ પડતી નમી જતા અહી થી પસાર થતા વાહનચાલકો સહિત ખેતરે જતા ખેડૂતો અને ખેતમજૂરોમા કોઈ અઘટિત ઘટના ના સર્જાય તેવો ભય સતત સેવાઈ રહ્યો છે..એક વિજ થાભલો તો જમીનથી છુટો પડી વિજ વાયરોના સહારે ટકી રહ્યો હોય તેમ વિજવાયરો ગમે તે સમયે તૂટી પડે તેમ ખેંચાઇ ને ટાઇટ થઇ ગયા હોવા નુ નજરે દેખાય છે. ત્યારે આ માટે જવાબદાર તંત્રનો અઘટિત ઘટના ઘટે તે પહેલા સત્વરે કાર્યવહી કરે તેવી માગ સ્થાનિક રહીશોના જોવા મળી છે...કેટલાક મુખ્ય વિજ થાંભલાઓ ના સ્થાને ઝાડવાંની સફાઈ નો અભાવ પણ જોવા મળી રહ્યો છે.. ફૈઝ ખત્રી.....શિનોર
[wptube id="1252022"]






