
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦ મે ૨૦૨૪
અમદાવાદ સ્થિત આઈ.એમ.ડીની સૂચના અનુસાર આગામી ૩ દિવસ દરમિયાન વલસાડ જિલ્લામાં Severe Heat Wave ની
ચેતવણી આપવામાં આવી હોવાથી વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર દ્વારા હીટવેવની અસર ઓછી કરવા અને જાન માલની
નુકસાનીને અટકાવવા અને તકેદારીના પગલા લેવા જિલ્લા નોડલ અધિકારી, હીટવેવ- મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા નોડલ અધિકારી, હીટવેવ- તાલુકા હેલ્થ ઓફિસર સાથે સંકલન કરી હીટવેવ એકશન પ્લાન મુજબ કામગીરી કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]





