દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે RTO કચેરી નજીક અકસ્માત સર્જાયો એકનું મોત એક બાળક અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

તા.૦૨.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે RTO કચેરી નજીક અકસ્માત સર્જાયો એકનું મોત એક બાળક અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
તા.૦૨.૦૫.૨૦૨૪ ગુરુવાર ૯ કલાકે વાત કરીયેતો દાહોદ તાલૂકાના દશલા ગામના સરપંચ ફળિયામાં રહેતા જવસિંગ ભાઇ ગણાવાના 40 વર્ષીય પુત્ર કમલેશભાઈ ગણાવા જે એમની ધર્મ પત્ની અને એક બાળકને લઈ દાહોદ કઇ કામ અર્થે આવ્યા હતા તે દરમ્યાન દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ હાઇવે RTO કચેરી હાઇવે નજીક તે તેમની ધર્મ પત્ની અને એક બાળકને લઈ હાઇવે નજીક મોટર સાઇકલ લઈ ઉભા હતા તે દરમિયાન મધ્ય પ્રદેશ તરફથી પૂર ઝડપે અને ગફલ્ટ ભરી રીતે લાલ કલરની MP.૦૯.ZY.૮૬૪૭ નંબરની બ્રેઝા ફોર વ્હિલ ગાડી દોડાવી લાવી ચાલકએ હાઇવે નજીક પોતાના કબ્જાની પેસન પ્રો મોટર સાઇકલ જેનું નંબર GJ.૨૪.એલ. ૬૩૮૯ લઈ ઉભેલા કમલેશભાઈ એમની ધર્મ પત્ની અને એક બાળકને અડફેટમાં લેતા ત્રણે જણા હાઇવેથી દૂર સુધી ફેંકાયા હતા અને ફોર વ્હિલ ગાડી હાઇવે નજીક ખાડામાં પલ્ટી ખાઈ હતી અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા તપાસ કરતા કલ્પેશભાઇનું મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું અને ઈજાગ્રસ્ત એક મહિલા અને બાળકને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કાર ચાલક અને કારમાં સવાર ૪ લોકો ફોર વ્હિલ ગાડી મૂકી ફરાર થયા હતા અકસ્માતની જાણ દાહોદ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી PM અર્થ ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવા મળેલ છે








