BANASKANTHAGUJARATPALANPUR

યોગાંજલિના જીજ્ઞાબેન દવેને ઉત્કૃષ્ટ સમાજસેવા બદલ રાજ્યપાલના હસ્તે ધરતી રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવેલ 

4 ડિસેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 

યોગાંજલિ આશ્રમ દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિમાં ૨૬ વર્ષથી સંપૂર્ણ સમર્પિત ભાવે ઉત્કૃષ્ટ માનવ સેવા અને સમાજના જરૂરિયાત મંદ સમુદાય માટે હર હંમેશ કાર્યરત એવા કુ.જીજ્ઞાબેન દવેને અમદાવાદમાં આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમારોહ માં ગુજરાતના રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય દ્વારા ધરતી રત્ન એવોર્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. આ એવોર્ડ સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૪ વ્યક્તિઓને તેમની વિશેષ માનવસેવા માટે અર્પણ કરવામાં આવ્યો. આ એવોર્ડ માટે નિવૃત જજ સહિત બે નામાંકિત સાહીત્યકારોની કમિટી દ્વારા નામ પસંદ કરવામાં આવે છે જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી કુ.જીજ્ઞાબેન દવેને આ એવોર્ડ માટે પસંદગી થઇ એ સમગ્ર ઉત્તર ગુજરાતનું ગૌરવ છે.  જીજ્ઞાબેન દવે યોગાંજલિ કેળવણી મંડળ સિદ્ધપુર ખાતે સેક્રેટરી (મેનેજીંગ ટ્રસ્ટી )તરીકેનો હોદો સંભાળે છે.માનવ સેવાના કાર્ય સાથે જોડાયેલા જીજ્ઞાબેન સમાજના છેવાડાના અને વંચિત વર્ગના નાત,જાતના ભેદભાવ વગર આર્થિક,સામાજીક અને આદ્યાત્મિક વિકાસ કરીને માનવજીવન ધોરણ ઊંચું લાવવા માટે પ્રયાસ કરે છે. સંસ્થામાં બાલમંદિર થી ધોરણ-૧૨ સુધીની શાળામાં ૮૫૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે.આ તમામ બાળકોને રોજ નિશુલ્ક પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. જેમાં ૮૨ બાળકોને ની:શુલ્ક રહેઠાણ અને ભોજન તથા અન્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. છાત્રાલયમાં કુલ ૫૨ જેટલા અંતરિયાળ ગામડામાંથી જરૂરિયાતવાળા બાળકોને અહી વિનામૂલ્યે નિવાસ પૂરો પાડવામાં આવે છે.સંસ્થામાં બાળકોને ની:શુલ્ક વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં વાયરમેન, પ્લમ્બિંગ, બ્યુટીપાર્લર, ફેશન ડીઝાઇન જેવા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ તાલીમ લીધા બાદ તેઓ પોતાના વિસ્તારમાં જ રોજગારી પ્રાપ્ત કરી શકે છે.આ કેન્દ્રમાં હાથ ખાંડના મસાલા તૈયાર કરવામાં આવે છે. તેમજ ભરતકામ, સિલાઈકામ, લેધર  રેકઝીન બનાવટ, ઘરે સુશોભનની વસ્તુઓ, અગરબતી, મીણબતી બનાવટ જેવી વિવિધ તાલીમ આપવામાં આવે છે. જેના દ્રારા બહેનોને ઘરે બેઠા સ્વરોજગારી પ્રાપ્ત કરી શકે છે. અત્યાર સુધીમાં ૩૮૬૧૦ બહેનોને વિવિધ તાલીમ પૂરી પાડવામાં આવી છે. સતલાસણ તાલુકાના અતિ પછાત ૧૦ ગામમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્યની કામગીરી કરવામાં આવી છે. બહેનોના સામાજિક તેમજ કૌટુંબિક સમસ્યાઓનું સુખદ સમાધાન કરવામાં આવે છે ઉપરાંત નિરાધાર વૃદ્ધ પરિવારને માસિક રાશન સહાય કરવામાં આવે છે. આમ યોગાંજલિ સંસ્થા પાટણ જીલ્લામાં છેલ્લા ૫૦ વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી નામાંકિત સંસ્થા તરીકે ખ્યાતી પામી છે.

[wptube id="1252022"]
Back to top button