બોડેલી ખાતે હઝરત ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ નિમિત્તે બોડેલીમાં આનબાન સાથે ભવ્ય બાઈક જુલુસ રેલી યોજાઇ.

બાઈક જુલુસ રેલી બાદ રેલી માં જોડાયેલ તમામ માટે નિયાજ નું આયોજન કરવામાં આવ્યું હતું.
બોડેલી ખાતે હઝરત ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સ નિમિત્તે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સાંજે છ કલાકે રોશની યંગ સર્કલ તેમજ ગામના યુવાનો અને મોહસિન અલી બાવા સાહેબ (હરવાંટ વાળા) અને સૈયદ કાલુ બાવા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ઢોકલીયા સાજીદ ભાઇ ધાભાવાલા ના ઘર આંગણેથી બાઇક પર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખ્વાજા ગરીબ નવાઝના ચાહકો બાળકો યુવાનો વડીલો મોટી સંખ્યા મા જોડાયા હતા
અસંખ્ય યુવાનોએ બાઇક, સ્કુટર લઈને ઉત્સાહભેર જુલુસમાં ભાગ લીધો હતો. જુલુસ બોડેલી નગરના માર્ગો પર નીકળતા ભારે આકર્ષણ જમાવ્યુ હતુ તથા જુલુસ જોવા માટે લોકોના ટોળા ઉમટી પડયા હતા
અલીપુરા ચાર રાસ્તા પર જુલુસ નુ સમાપન કરવામાં આવ્યું હતુ જુલુસ બાદ બોડેલીના લક્ષ્મી કોટન હરિફાઈ માર્કેટ ખાતે આમ નીયાજનુ આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક જુલુશ અને આમ નીયાજને સફળ બનાવવા માટે બોડેલીના આગેવાનો અને કમીટીના કાર્યકર્તા તથા રોશની સર્કલ કમિટીના યુવાનોએ ઘણી મહેનત કરી હતી બોડેલી પોલીસે જુલુસ મા બંદોબસ્ત આપી સહકાર આપ્યો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી