
વાત્સલ્યમ્ સમાચાર
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ. ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી,પ્રતિક જોષી. ભુજ કચ્છ.
ભુજ તા-05 એપ્રિલ : પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલ તેમજ કુકમા ત્રણ રસ્તા ચેક પોસ્ટ ના પોલીસ સ્ટાફના માણસો તેમજ સર્વેલન્સ સ્ટાફ ના માણસો ચેક પોસ્ટે ખાતે હાજર હોય તે દરમ્યાન મંછારામ સોગાજી મારાવાડી રહે ભુજ એકોર્ડ હોસ્પીટલ પાછળ વાળો ચેક પોસ્ટે ખાતે આવેલ અને પોતાની સાળી જે દસ થી બાર વર્ષની ચેક પોસ્ટ પાસે થી આશરે સાડા નવેગ વાગ્યાના અરશામા છુટી પડી ગયેલ જે બાબતે જાણ કરતા પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગોહિલ તથા સ્ટાફના માણસો તરત જ સી.સી ફુટેજ તેમજ અંગત બાતમીદારો દ્રારા શોધખોળ કરતા રેલડી ફાટક પાસે થી આશરે સાડા અગીયારેક વાગ્યાના અરશામા શોધી પરત બહેન બનેવીને બાળકીને પરત સોપેલ.
આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એચ.એમ ગોહિલ તથા એ.એસ.આઇ રામસંગજી સોઢા તથા પો.હેડ.કોન્સ મહેન્દ્રસિંહ જાડેજા તથા સામતાભાઈ પટેલ તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ શીવભંદ્રસિંહ રાણા તથા બળદેવભાઇ રબારી જોડાયેલ હતા.










