GUJARATKHERGAMNAVSARI

ખેરગામની યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોહસીન ઇલેવન ચેમ્પિયન

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખાતે મુસ્લિમ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુસ્લિમ સમાજના તરવરીયા યુવાન નવાબ શેખ અને ઉસ્માન જમાદાર દ્વારા કરવામાં આવ્યું હતું.જેનું ઉદ્ઘાટન અઝીઝભાઈ ક્વોરિવાળા અને મુતવલ્લી ગુલામભાઈ શેખ દ્વારા કરાયું હતું.જેમાં ભાગ લેનાર ચાર ટીમો પૈકી જાફર ઇલેવન અને મોહસીન ઇલેવન ફાઇનલમાં પહોંચી હતી.મોહસીન ઇલેવને પ્રથમ બેટિંગમાં ઉતરતા રમીઝ ચાંદમીયા શેખની ધુરંધર બેટિંગના સથવારે આઠ ઓવરમાં 78 રન કર્યા હતા,જેના જવાબમાં જાફર ઇલેવન 10 રને પરાજિત થતા મોહસીન ઇલેવન ચેમ્પિયન બની હતી.મોહસીન ઇલેવનના કેપટન મોહસીન શેખને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.આયોજક નવાઝ સિંધીએ જણાવ્યું કે સમાજના યુવાનોમાં એકતા અને ભાઈચારાની ભાવના કેળવાય એ હેતુથી સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી,જેમાં સહકાર આપનાર તમામ યુવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button