વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મજૂર અધિકાર મંચ,શેરડી કાપણીના મજૂરો, મુકદમોના લાંબા સંઘર્ષ બાદ શેરડી કાપણી મજૂરો નું લઘુત્તમ વેતન ૪૭૬/- રૂ પ્રતિ ટન ગૂજરાત સરકારે ૧ એપ્રિલ ૨૦૨૩ થી લાગુ કર્યુ.હાલમાં નવી સીઝનની મજૂર ભરતી અંગેની કામગીરી તમામ સુગર ફેકટરીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. અને ફેકટરીઓ દ્વારા મજૂર ભરતી મિટિંગો માં ૩૭૫/- રૂ.પ્રતિ ટન મજૂરને અને ૮૦/- પ્રતિ ટન મુકાદમ ને કમિશન તેમજ ૨૧/- આવવા જવાના ભાડા એમ ગણી કુલ ૪૭૬/- રૂપિયની ચૂકવણી કરવા બાબતે નો મૌખિક પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જે સરકાર ના લઘુતમ વેતનના જાહેરનામાં નો સ્પષ્ટપણે ભંગ કરી રહેલ છે.અગાઉના વર્ષોમા ૨૩૮/- રૂ પ્રતિ ટન લઘુતમ વેતન સરકારે જાહેર કરેલ ત્યારે ૪૫/- રૂ.પ્રતિ ટન મુકાદમ કમિશન અલગ થી ચૂકવવામાં આવતું હતું. તેમજ મજૂરો નું આવવા જવાનુ ભાડું ફેક્ટરીઓ પોતે વહન કરતી હતી જે સદંતર ગત વર્ષ સુધી ચાલુ હતુ.નવીન (હાલ ના જાહેરનામાં મુજબ) લઘુતમ વેતન ન લાગુ કરી મજૂરો નું ૧૦૧/- રૂ.પ્રતિ ટન ઓછું ચૂકવી શોષણ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.આમ દક્ષિણ ગુજરાત ની ૧૩ સુગર ફેક્ટરી ઓ દર વર્ષે ૧ કરોડ ટન શેરડી નું પિલાણ કરે છે જે મુજબ વર્ષે શેરડી કાપણી ના આદિવાસી મજૂરો ને ૧૦૧/- કરોડ રૂપિયા ઓછા ચૂકવી મજૂરો નું શોષણ કરવામાં આવી રહ્યુ હતુ..





