
તા.29/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામની ભોગાવા નદીમાં ખનીજ તંત્રે દરોડો કર્યો હતો જેમાં 1 એક્સકેવેટર મશીન, 1 લોડર મશીન અને 2 ડમ્પર સાદી રેતી ખનીજના મળી આવ્યા હતા જ્યારે લીંબડી સર્કલ પાસેથી ખનીજ ભરેલું ઓવરલોડ ડમ્પર પકડાયું હતું આ બંને કાર્યવાહીમાં કુલ રૂ. 70 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો હતો સુરેન્દ્રનગર જિલ્લાની જમીનમાં મોટા પ્રમાણમાં ખનીજ ધરબાયેલું છે ત્યારે ખનીજનું ખનન અને વહનની પ્રવૃતિઓને ડામવા માટે જિલ્લા કલેક્ટરની સૂચનાથી ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ખનીજ વિભાગની તપાસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વઢવાણ તાલુકાના વડોદ ગામના ભોગાવા નદીમાં દરોડો કર્યો હતો જેમાં નદીપટ વિસ્તારમાં તપાસ કરતા 1 એક્સકેવેટર મશીન, 1 લોડર મશીન અને 2 ડમ્પર સાદી રેતી ખનીજના બિનઅધિકૃત ખાણકામને લઇને સીઝ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ખનીજ ટીમ દ્વારા લીંબડી સર્કલ પાસેથી બ્લેકટ્રેપ ખનીજ ભરેલું ઓવરલોડ ડમ્પર પકડાયું હતું આ બંને કાર્યવાહીમાં કુલ રૂ. 70 લાખનો મુદ્દામાલ સીઝ આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.