GUJARATIDARSABARKANTHA

સફાઇ ઝુંબેશ અંતર્ગત વડાલીના ભવાનગઢ ગામે મહિલાઓ દ્વારા સફાઈ કરાઇ

સફાઇ ઝુંબેશ અંતર્ગત વડાલીના ભવાનગઢ ગામે મહિલાઓ દ્વારા સફાઈ કરાઇ

***

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાબરકાંઠા જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ છે. જિલ્લામાં આગામી બે માસ દરમિયાન સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે દરેક નગરપાલિકા, તાલુકા,ગ્રામ્યકક્ષાએ સફાઇની કામગીરી કરવામાં આવી રહી છે. આ સફાઇ ઝુંબેશમાં જિલ્લાની સેવા ભાવિ સંસ્થાઓ સહિત દરેક જિલ્લાવાસીઓના સહિયોગ દ્વારા સફાઇ ઝુંબેશની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડાલી તાલુકાના ભવાનગઢ ગામે આંગણવાડીની બહેનો સહીત અન્ય મહિલાઓ તેમજ ગ્રામજનો જોડાઈને સાફ સફાઈ કરવામાં આવી હતી. ગામના જાહેર રસ્તાઓ ઉપર પડેલો કચરો દૂર કરીને ગામના રસ્તાઓ સ્વચ્છ કરવામાં આવ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button