GUJARATSURENDRANAGARWADHAWAN
હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ધૂળની હળવી આંધીની આગાહી

તા.29/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આજથી તા.૩૧ મેં સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળની હળવી આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે આ સમય દરમિયાન પવનની ગતિ અંદાજે ૪૦ કિલો મીટરથી ઓછી રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.
[wptube id="1252022"]