GUJARATNAVSARI

Navsari: મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ આશ્રમ સૂપા નવસારી ખાતે સ્વામી શ્રદ્ધાનંદજી બલિદાન દિવસ ઉજવાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત ગુરુકુળ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૌ પ્રથમ કાર્યક્રમ ૨૩ ડિસેમ્બર સ્વામી શ્રદ્ધાનંદજી બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો  હતો. ઉલ્લેખનીય છે કે ૧૯૨૪ માં પુર્ણા નદીના કિનારે ગુરુકુલ સુપા આશ્રમનું ઉદ્ઘાટન અને સ્થાપના સ્વામી શ્રદ્ધાનંદજી એ  કરી હતીઆશ્રમના પરિસરમાં સૌપ્રથમ વૈદિકયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર આશ્રમના પરિવારોએ યજ્ઞમાં આહુતિ આપી ગુરુકુલના બ્રહ્મચારીઓને સ્વામી શ્રદ્ધાનંદજી જન્મ અને તેમની જીવન ગાથા સહ મુખ્યાધિષ્ઠાતા  સુરેશભાઈ રત્નાણી દ્વારા રજૂ કરાઈ હતી.. ગુજરાત ગુરુકુલ સભાના ટ્રસ્ટી ડાયાભાઈ ભીખાભાઈ પટેલ, પ્રમુખ દીપકભાઈ અમથાભાઈ પટેલ દ્વારા આર્ય ધ્વજને સલામી આપવામાં આવી હતી. ધોરણ-૯ ના બ્રહ્મચારી યુગ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદજી જીવન કહાની વિદ્યાર્થીઓને સંભળાવવામાં આવી હતી સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડાયાભાઈ દ્વારા સંસ્થાના ૧૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જુના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા સંસ્થાના અંતર્ગત સદસ્ય ધર્મેશભાઈ પટેલ અને દિલીપભાઈ મિસ્ત્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા માર્ચપાસ્ટ અને બેન્ડ દ્વારા બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી શતાબ્દી મહોત્સવ પ્રસંગે આવનારા સમયમાં અન્ય કાર્યક્રમ પણ યોજાશે તેવું સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા આચાર્ય શ્રી ચંદ્રગુપ્તજી એ જણાવ્યું હતું. પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ આહિરે આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમમાં ગુરુકુલ પરિવાર જોડાયો હતો.

[wptube id="1252022"]
Back to top button