
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સમસ્ત રાષ્ટ્રમાં આજથી શરૂ થઈ રહેલા ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો ડાંગ જિલ્લામાં પણ પ્રારંભ કરાશે.
કાર્યક્રમના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર એવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, કાર્યક્રમના પ્રથમ દિવસે આહવા તાલુકાના ૭ ગામો, વઘઇ તાલુકાના ૬, અને સુબીર તાલુકાનાં ૭ ગામો મળી કુલ-૨૦ ગામોમાં કાર્યક્રમો યોજાશે.
નિયત કરાયેલા કાર્યક્રમ અનુસાર આજે આહવા તાલુકાના ગોંડલવિહિર, દિવાનટેબ્રુન, બોરખલ, પીંપરી, બારીપાડા, વાંગણ, અને હારપાડા ગામે કાર્યક્રમો આયોજિત કરાયા છે.
જ્યારે વઘઇ તાલુકાના ભાલખેત, ચિચોંડ, દગડીઆંબા, દગુનિયા, ઝાવડા, અને માછળી ગામે તથા સુબીર તાલુકાના મહાલ, નકટિયાહનવત, શિંગાણા, કેશબંધ, ખાંભલા, માળગા, અને સેપુઆંબા ગામે ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત કાર્યક્રમો યોજાશે.
આ તમામ ગામોમાં ‘અમૃત વાટિકા’ ના નિર્માણ સાથે ‘’શિલા ફલકમ’ લગાવી, ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા લેવા સાથે ‘વસુધા વંદન’ અને ‘વીરોને વંદન’ ના કાર્યક્રમો પણ યોજાશે.









