AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સતત વરસતા કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન, વીજળી પડતા 4 લોકોના મોત

ગુજરાતમાં  ભરઉનાળા વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે કચ્છ, અંબાજી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, પોરબંદર, ભરૂચ અને અંબાજી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સતત વરસતા કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકસાન થયું છે. જ્યારે વીજળી પડવાથી 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે.

પોરબંદરના બરડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં  વીજળી પડતા જીવાભાઇ ગીગાભાઈ કારાવદરા અને વડાળાના બાલુભાઇ કારાભાઈ ઓડેદરાનું મોત નિપજ્યું છે.

અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. અમરેલીના બાબરા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભર ઉનાળામાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં કમોસમી થયેલ વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. આ નુકસાનનું વળતર ચૂકવવા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરાઈ છે.

કચ્છમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છના નખત્રાણા, અબડાસા, ભચાઉ, સાંગનારા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. તો નખત્રાણામાં કરા સાથે દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે નખત્રાણામાં ઠેરઠેર પાણી ભરાયા હતા. નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો.

ડાંગના અનેક વિસ્તારોમાં સતત ચોથા દિવસે ભારે વરસાદ પડ્યો છે. ડાંગના આહવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં સતત વરસાદ વરસતા ફળ-ફળાદી પાકોને વ્યાપક નુકસાન થયું છે. ઉનાળુ પાક જેવા કે મગફળી, ડુંગળી અને મગના પાક નુકસાની થવાની ભીતિ સર્જાઈ છે. કેરીના પાકને પણ નુકસાન થયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.  સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. બીજી તરફ, કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે બાગાયતી પાકને મોટુ નુકસાન થયું છે. આ સિવાય વીજળી પડતા બે લોકોના મોત થયા છે. જેમાં ચોટીલાના મોકાસર ગામે વીજળી પડતા 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે ખાટડી ગામે વીજળી પડતા આધેડનું મોત નિપજ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button