જૂનાગઢ જિલ્લાની ઐતિહાસિક વિરાસત એવા ઉપરકોટ ખાતે જિલ્લાકક્ષાની સુર્ય નમસ્કાર સ્પર્ધા તા.૨૬ ડિસેમ્બરના યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગુજરાત રાજયના રમત-ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જુનાગઢ સંચાલીત જૂનાગઢ જિલ્લાકક્ષા સુર્ય નમસ્કાર સ્પર્ધા તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ જુનાગઢ જિલ્લાની ઐતિહાસિક વિરાસત એવા ઉપરકોટ ખાતે આ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં જુનાગઢ જિલ્લાના ૯ તાલુકાના વિજેતા સ્પર્ધકો ભાગ લેશે. આ જિલ્લાકક્ષાની તથા ૭ નગરપાલિકાકક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર પુરૂષ અને સ્ત્રી ઉમેદવારને રૂા. ૨૧૦૦૦/- દ્રિતીય આવનાર પુરૂષ અને સ્ત્રી ઉમેદવારને રૂા. ૧૫૦૦૦/- તૃતીય આવનાર પુરૂષ અને સ્ત્રી ઉમેદવારને રૂા. ૧૧૦૦૦/- ની રાશી આપવામાં આવનાર છે. વિજેતાઓને આપવાની થતી રોકડ પુરસ્કારની રકમ ચેક સ્વરૂપે તથા ડી.બી.ટી. માધ્યમથી તેઓના ખાતામાં જમા કરવામાં આવશે.





