
વાત્સલ્યમ્ સમાચાર.
બ્યુરોચીફ :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.
ભુજ,તા-05 મે : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાતના ‘જાગરણ પર્વ’ અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા સંયોજક રામસંગજી જાડેજા, સહ સંયોજકો અલ્પેશભાઈ જાની, રમેશભાઈ ગાગલ, નયનભાઈ વાંઝા, કલ્પેશભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રહિત કાજે 100% મતદાન થાય તે માટે જિલ્લાના તમામ તાલુકામાં સંયોજક તેમજ સહ સંયોજક નિમિ છેક તમામ મંડલ સ્તર સુધી સ્ટીકર તથા પત્રિકાનું વિતરણ કરી બેઠકો યોજી જન જાગરણનો પ્રયાસ કરાયો હતો. જાગરણ પર્વના ભાગ રૂપે વિવિધ કચેરીઓની મુલાકાત પણ લેવામાં આવી હતી.
આ તકે પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક સંવર્ગના રામસંગજી જાડેજા, રમેશભાઈ ગાગલ, ભરતભાઇ ધરજીયા, બળવંતભાઈ છાંગા, માધ્યમિક ગ્રાન્ટેડના અલ્પેશભાઈ જાની, ધર્મેન્દ્રભાઇ પરમાર, કીતિઁભાઇ પરમાર, નિલેશભાઈ વાઘેલા, કિશનભાઇ પટેલ, કાંતિલાલ ચૌહાણ, સરકારી માધ્યમિકના નયનભાઈ વાંઝા, શૈલેન્દ્રસિંહ જાડેજા, અમોલભાઈ ધોળકીયા, નરેન્દ્રભાઈ રામાનુજ, પ્રાથમિક ગ્રાન્ટેડ કલ્પેશભાઇ ચૌધરી, મોહનભાઈ માતા, તિમિરભાઇ ગોર, મનુભા સોઢા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ નરેન્દ્રભાઈ રામનુજની યાદીમાં જણાવાયું હતું.










