
૭૭મા સ્વાતંત્ર્ય દિનની મહેસાણા જિલ્લા કક્ષાની ઉજવણી સતલાસણા ખાતે કરાઇ
જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજને સતલાસણા ખાતે ધ્વજ વંદન કરાવ્યા
102 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની બબલદાસ ચાવડાનું સ્વાગત-સન્માન કરાયું
સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રે પ્રોપર્ટી કાર્ડ અપાયા કલેકટર એમ નાગરાજન
આઝાદી માટે આપેલ મહાનુંભાવોના સમર્પણમાંથી પ્રેરણાલઇ મા ભારતીને પરમ વૈભવના શિખરે લઇ જવા કટિબધ્ધ બનીએ
“અમૃત મહેસાણા” સ્ટાર્ટઅપ મિશન થકી દેશના પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરીએ
ભારતના વિકાસનું શિરોબિંદુ ગુજરાત છે, અને રાજ્યના વિકાસમાં મહેસાણાએ આગેવાની લીધી છે.
મહેસાણા જિલ્લાએ રાષ્ટ્રીય ક્ષેત્રે ત્રેવડી સિધ્ધીઓ પ્રાપ્ત કરી રાજ્યને ગૌરવ અપાવ્યું છે.
મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજને ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ગરિમામય ઉજવણીમાં સતલાસણા ખાતે ધ્વજવંદન અને રાષ્ટ્રવંદના કર્યા હતા. તેમણે ખૂલ્લી જીપમાં સવાર થઈ ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે, આજનો દિવસ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ સેવા માટે ખપી જનાર વીરોને યાદ કરવાનો દિવસ છે.તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન ને પગલે મહેસાણા જિલ્લાના નાગરિકો મારી માટી મારો દેશ માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ માતૃભાવના સાથે ઉજવી રહ્યા છે.
જિલ્લા કલેકટર નાગરાજને જણાવ્યું હતું કે રાષ્ટ્રભાવના સાથે દેશ દાઝની લાગણી જન્મે તેવા આશયથી મહેસાણા જિલ્લાના નાગરિકો દ્વારા હરઘર તિરંગા યાત્રા તેમજ ભવ્ય તિરંગા રેલીમાં જોડાઇને રાષ્ટ્રભાવના ઉજાગર કરી છે
જિલ્લા કલેકટર નાગરાજને ઉમેર્યું હતું કે, મા ભારતીને પરમ વૈભવના શિખરે લઇ જવા માટે આપણે સૌ કટિબધ્ધ બનીએ.મહેસાણા જિલ્લાએ રાષ્ટ્ર અને રાજ્યના વિકાસની આગેવાની લીધી છે.ટીમ ગુજરાતની સંકલ્પ સિધ્ધીને સાકાર કરવા માટે મહેસાણા જિલ્લાએ ત્રણ રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે
જિલ્લા કલેકટરે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે બાળકોના પાયા કૌશલ્ય વિકાસ માટે પ્રોજેક્ટ પથ અંતર્ગત પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સલન્સ ઇન પબ્લિક એડમિનીસ્ટ્રેશન 2022,જમીયતપુરા પ્રાથમિક શાળા દ્વારા પાણીના અસરકારક ઉપયોગ અને સ્વચ્છ વિધાલયની કામગીરી તેમજ ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ભૂમિ સન્માન એવોર્ડ જિલ્લાને મળતાં જિલ્લાના નાગરિકો સહિત રાજ્યને સિધ્ધી પ્રાપ્ત થઇ છ જિલ્લા કલેકટર એમ નાગરાજને વધુ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયાની પહેલ કરી છે,. આ પહેલની આગેવાની મહેસાણા જિલ્લાએ લઇ રાજ્યમાં સૌ પ્રથમ અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ ઇનોવેશન વિચાર અમલમા મૂક્યો છે. આ વિચાર થકી યુવાનો કૌશલ્ય અને પ્રતિભા સંપન્ને બને તે માટે જિલ્લા વહીવટીતંત્રની સમગ્ર ટીમ કામ કરી રહી છે.
જિલ્લા કલેકટર નાગરાજને ઉમેર્યું હતું કે ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રેરણા અને માર્ગદર્શન મળે તે માટે અનેક તાલીમો અપાઇ રહી છે. મહેસાણા જિલ્લામાં 45 હજારથી વધુ પ્રાકૃતિક કૃષિ સાથે ખેડૂતો જોડાઇ દેશના પ્રધાનમંત્રીશ્રીની અપીલને પગલે સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ આપી રહ્યા છે.જિલ્લા કલેકટરે મહિલા સશક્તિકરણની વાત કરીને મહિલાઓ સશક્ત બને તે દિશામાં થઇ રહેલ કામગીરી જણાવી હતી. કલેકટરએ જિલ્લામાં 6353 આવાસો પુર્ણ થયાની સાથે આ વર્ષે 1816 આવાસોના નિર્માણ સાથે દરેકને ઘર મળે તે દિશામાં કામ થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું.,
જિલ્લા કલેકટરે ખેતી,પશુપાલન અને સહકાર ક્ષેત્રે જિલ્લામાં થયેલ કામગીરીથી નાગરિકોને અવગત કર્યા હતા. આ ઉપરાંત સુપોષિત મહેસાણા થકી સુપોષિત ગુજરાતના નિર્માણ માટે લોક સહયોગનો અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરએ આરોગ્ય ક્ષેત્રે થયેલ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ આભા કાર્ડની માહિતી આપી જિલ્લાના નાગરિકે સરકારની આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટર સહિત મહાનુંભાવો દ્વારા 102 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનબબલદાસ ચાવડાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાની બબલદાસ ચાવડાએ તેઓ દ્વારા સ્વ-લિખિત પુસ્તકો જિલ્લા કલેકટર તેમજ મહાનુભાવોને આપ્યા હતા.
સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રે પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજનાની પહેલના ભાગ રૂપે સતલાસણા ખાતેથી બે ગ્રામીણ માલિકોને પોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા હતા.જિલ્લા કલેકટરશ્રી દ્વારા સતલાસણા તાલુકાના વિકાસ માટે રૂ 25 લાખનો ચેક આયોજન અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો
પોલીસ બેન્ડના જવાનોએ સંગીતમય રાષ્ટ્રગીત રજૂ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.આ વેળાએ બાળકો,વિધાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ યોગ,ગરબો,દેશભક્તિ ગીત,આદીવાસી ડાન્સ,સ્વચ્છતા ગીત,કથ્થક નૃત્ય,રાજસ્થાની ફોક ડાન્સ સહિત કરાટેના કરતબો તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેને નિહાળીને ઉપસ્થિત સૌ નાગરિકો, મહાનુભાવો મંત્રમુગ્ધ થયા હતા. જિલ્લા કલેકટર સહિત મહાનુંભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
સતલાસણા ખાતે રજૂ થયેલ સાંસ્કૃતિક કૃતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.જેમાં પ્રથમ નંબરે વાવ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ થયેલ સ્વચ્છતા ગીતને આપવામાં આવ્યો હતો. આ બાળકો દ્વારા સ્વચ્છતા અંતર્ગત જાગૃતિ લાવવા માટે કરેલ ઇનોવેશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રૂ 10 હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજા નંબર કેજીબીવી દ્વારા રજૂ થયેલ આદીવાસી ડાન્સ અને ત્રીજા નંબરે એ.સી પટેલ પ્રાથમિક શાળા અને વિધાનંદ કર્મયોગી દ્રારા રજૂ દેશભક્તિ ગીત કૃતિને આપવામાં આવ્યો હતો
જિલ્લામાં વિશિષ્ટ સેવા,કાર્યો સહિત વિવિધ ક્ષેત્રે મેળવેલ સિધ્ધીઓ અંતર્ગત અધિકારીઓ,કર્મયોગીઓ,નાગરિકો,ખેલાડીઓને પોત્સાહિત કરવામા આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ સહિત વિવિધ સેવાઓમાં ઉત્કૃષ્ટ કરેલ કામગીરીની નોંધ લઇ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
જિલ્લાના કક્ષાના સતલાસણા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી, સુખાજી ઠાકોર,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,પૂર્વ ધારાસભ્ય
રમીલાબેન ચૌધરી,સતલાસણા તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ,સતલાસણાના નાગરિકો, જિલ્લાના અગ્રણી મહાનુભાવો અને નાગરિકો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





