ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ ટાઉન બીટ મથકે અરજદારો ને ધરમ ધક્કા,તો સરકારી વાહન ચલાવતા હોમગાર્ડની મેઘરજ શહેરમાં ચર્ચાઓ જામી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ટાઉન બીટ મથકે અરજદારો ને ધરમ ધક્કા,તો સરકારી વાહન ચલાવતા હોમગાર્ડની મેઘરજ શહેરમાં ચર્ચાઓ જામી

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલિસ સ્ટેશન આવેલા છે પરંતુ કેટલીક વાર પોલિસ સ્ટેશન પણ ચર્ચા નો વિષય બનતા હોય છે જેમાં અરજદારો કેટલીક વાર પરેશાન થતા હોય છે બીજી તરફ કાયદા ને હાથમાં લઇ હોમગાર્ડ સરકારી પી સી આર ચલાવતા હોવાની ચર્ચાઓ જામી છે

મેઘરજ તાલુકામાં હાલ મેઘરજ પોલિસ સ્ટેશન ચર્ચાનો વિષય બન્યો હોય તેવું ચારેકોર ચર્ચાઈ રહ્યું છે જેમાં સૌથી પહેલા મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે આવેલ સરકારી પી સી આર જે સરકારી વાહન સરકારી ડ્રાંઇવર દ્વારા ચલાવવામાં આવે છે પરંતુ આ વાહન હોમગાર્ડ ચલાવતા હોવાની ચર્ચાઓ જામી છે તો બીજી બાજુ વિડિઓ પણ વાયરલ થયો છે. ત્યારે આ એક કાયદા ને હાથમાં લઇ સરકારી વાહન ચાલતા હોય તેવું લાગી રહયું છે ખરેખર શું આમ જનતા ને જ કાયદો લાગે..?તો પછી અન્ય ને નહિ સરકારી વાહન હોમગાર્ડ ચલાવે તે યોગ્ય નથી કેમ કે એના માટે અલગથી ડ્રાઈવર ની ભરતી કરવામાં આવે છે ત્યારે હોમગાર્ડ દ્વારા ચલાવવામાં આવતા સરકારી વાહન એ ગોરબેદરકારી કહી શકાય જિલ્લા પોલિસ વડા આ બાબતે યોગ્ય ધ્યાન દોરી કાર્યવાહી કરે તે જરૂરી છે તો બીજી બાજુ મેઘરજ પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાઉન બીટ કચેરી માં તાળા જોવા મળ્યા હતા જેમાં ત્રણ ચાર કલાકથી ટાઉન બીટમાં અરજી અને ફરિયાદ કરવા આવેલા અરજદારો ને ફાંફાં પડી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને ટાઉનચોકી માં ખંભાતી તાળા જોતા અરજી કરવા આવેલા અરજદારોનો રજડપાટ સામે આવ્યો હતો વધુમાં કલાકો સુધી બેસી રહેવા છતાં કોઈ સંભાળવા તૈયાર નથી ના આક્ષેપો કર્યા હતા ત્યારે આ બાબતે પણ સુપર ફાસ્ટ અરવલ્લી પોલીસની શાખ ને બટ્ટો લગાડનાર અને કામગીરીમાં આળસ દાખવનાર જવાબદાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી થશે ખરી..?એ પણ સવાલ ઉભો છે આવી નાની નાની ગંભીર બાબતો ધ્યાને લઇ અરવલ્લી જિલ્લા પોલિસ વડા યોગ્ય કાર્યવાહી કરે તે જરુરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button