
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા વિકાસ અધિકારીની આરસ કે પછી નિષ્ક્રિયતા,ભ્રષ્ટાચારરૂપી કામોની તપાસ જ નહિ..?

મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભ્રષ્ટાચારનું ગળનારું બનાવી દેવામાં આવ્યું છે અને આતો માત્ર હજુ એક જ સામે આવ્યું છે પરંતુ સવાલ એ છે કે હલકી ગુણવંત્તા નું કામ થાય છે છતાં બિલ પાસ..? આ બાબતે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા અધિકારી પણ જાણે શાંત બેઠા હોય એવી રીતે કામોની તપાસ થતી ન હોય તેવું હાલ લાગી રહ્યું છે મેઘરજ તાલુકામાં ગળનારા ને લઇ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છતાં આ બાબતે જાણે કે અધિકારને રસ ના હોય તેવી રીતે કોઈજ તપાસ હાથ ધરવામાં આવી નથી તેવી માહિતી પ્રાપ્ત થઇ છે આ બાબતે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી ને પૂછપરસ માટે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાર્યું હતું
આમતો અરવલ્લી જિલ્લામાં વિકાસના કામો ઘણા ફાળવવામાં આવ્યા છે કામો પણ થાય છે અને કામોના બીલો પણ પાસ થઇ જાય છે પરંતુ સવાલ ત્યાં ઉભો થાય છે કે જે તે કામોની ચકાસણી વગર બીલો પાસ થઇ જાય છે જેની સામે હલકી ગુણવતા ના કામો હોય તો પણ અધિકારીઓ અને એસો ની મિલી ભગત ને કારણે ઘણી વાર બોગસ કામોના બીલો પાસ થઇ જતા અનેક સવાલો ઉભા થાય છે
વાત છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યોજના વિવેકાધીન પંદર ટકા 2023/2024 નું થયેલ કામ જ્યાં ચાર લાખની બજેટ થી એક ગરનાળુ બનાવવામાં આવ્યું છે પરંતુ આ ગરનાળુ જોતો તો એવું લાગે છે કે કામમાં હલકી ગુણવતા નું મટેરીયલ વાપરવામાં આવ્યું છે ગરનાળા ની ઉપરની બાજુમાં ખાડાઓ તેમજ તિરાડો પડેલી જોવા મળી છે હાલ આ કામ જોતો તો એવું લાગે છે કે ચોમાસાના સમયે આ કામમાં વપરાયે સરકારના રૂપિયા ક્યાંક ખાડામાં ના જાય તેવું લાગી રહયું છે ગરનાળા ના કામમાં વાપરવામાં આવેલ સિમેન્ટ પણ હલકો જોવા મળી રહયો છે ત્યારે હાલ તો ગરનાળુ જોતા તો એવું લાગી રહ્યું છે કે શું આ ગરનાળા નું બિલ પાસ થયું હશે કે નહિ તે સવાલ હજુ ઉભો છે. બીજી તરફ જે તે કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવેલ હલકી ગુણવતા નું કામ કેટલું યોગ્ય..? આ બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે તે વિસ્તારમાં થયેલ કામની તપાસ કરે અને હલકી ગુણવતા ના કામ સામે કાર્યવાહી કરે તેવી માંગ સેવાઈ રહી છે









