
વિજાપુર ગવાડા પ્રાથમિક કન્યા શાળા ખાતે ગણિત વિજ્ઞાન હેન્ડઓન કાર્યશાળા નો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગવાડા પ્રાથમિક કન્યા શાળામાં વિક્રમ એ સારાભાઇ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) , ઇન્ટેલ ઇન્ડિયા અને કન્સર્ન ઇન્ડિયાના સમર્થનથી અમદાવાદ અને તેની આસપાસની શાળાઓમાં મર્યાદિત સગવડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનને લગતી STEM (Science, Technology, Engineering and Maths) હેન્ડ-ઓન કાર્યશાળા નું આયોજન કર્યું હતું. આ અંતર્ગત ગવાડાની પ્રાથમિક કન્યા શાળામાં શુક્રવાર ના રોજ એક દિવસીય કાર્યશાળામાં ‘પાણી વડે લખાણ, જાદુઈ ફૂંક, જીની ઈન અ બોટ્લ, દ્વિઅંકી સંખ્યા, સંતુલિત પતંગિયું, ગુણાકાર તકનીકો, પર વિવિધ ડેમોન્સ્ટ્રેશન અને હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગવાડા પ્રાથમિક કન્યા શાળા ની 6 થી 8 અને શેઠ સી.વી.વિધાલય ની ધોરણ 9ની કુલ 60 વિદ્યાર્થીનીઓ અને 4 શિક્ષકો આ તાલીમમાં ભાગ લીધેલ. આ ઇન્ટરેક્ટિવ વર્કશોપમાં સામેલ થવાથી અભ્યાસક્રમ-આધારિત STEM અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) વિભાવનાઓની સમજ વિકસાવશે.અને વર્કશોપ ને અંતે વિદ્યાર્થીઓ શાળામાં આ પ્રવૃત્તિ કરી શકે તે માટે VASCSC દ્વારા શાળાને એક કીટ આપવામાં આવી હતી