માંગરોળ પોલીસે છ જુગારીઓને રૂ. ૨૧ હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
માંગરોળ : તાલુકાના હુસેનાબાદ ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમતા ૬ જુગારીયાને ઝડપી પાડ્યા હતા.
આ બનાવ અંગે માંગરોળ પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે રહેતા મનોજભાઈ રાજશીભાઈ
પટાટના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમતા હોય જેથી માંગરોળ પોલીસે મનોજભાઈ રાજશીભાઈ પટાટ, જગદીશભાઈ રામજીભાઈ કામરીયા, જગદીશ સરમણભાઈ વાળા, જેન્તીભાઈ લાખાભાઈ વાઢેર, જયેશભાઈ ડાયાભાઈ ડાકી, આમદભાઈ ઈસ્માઈલભાઈ ઘમેરીયાને જુગાર રમતા રોકડ રૂા.૨૧,૨૬૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
[wptube id="1252022"]





