
12 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી તપોધન બ્રાહ્મણ ગ્રામ્યસમાજ બનાસકાંઠામાં વિવિધ ગામોમાં મોટી સંખ્યામાં આ સમાજ વાળા રહે છે સમાજના હિત માટે અવારનવાર વિવિધ કાર્યક્રમો અગ્રણીઓ દ્વારા યોજાતા રહે છે આ વર્ષે ભણતા બાળકો માટે પુસ્તકોનું વિનામૂલ્ય સમાજના અગ્રણીના રતિલાલ રાવલ જલોત્રા વાળાસહયોગથી પ્રમુખ નવીનચંદ્ર ત્રિવેદી ની હાજરીમાં પાલનપુરમાં વિતરણ કરાયું હતું જેમાં બે હજાર થી વધુ બાળકોએ તેનો લાભ લીધો હતોશ્રી તપોધન બ્રાહ્મણ સમાજ, ધાન્ધાર વિભાગ ગ્રામ્ય, પાલનપુર દ્વારા સમાજના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. ચાલું વર્ષ 2023 ના દાતાશ્રી રતિલાલ ચેલારામ રાવલ, જલોતરા પરિવાર તરફથી ચોપડા વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે દાતાશ્રી રતિલાલ ચેલારામ રાવલ તથા તેમના પુત્ર શ્રી દિલીપભાઈ આર. રાવલ, સમાજના પ્રમુખશ્રી નવિનચંદ્વ આર. ત્રિવેદી, વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખશ્રી ગીરીશભાઈ રાવલ તથા સમાજના આગેવાનો, હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. દાતાનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.