
તા.૩/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટમાં ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની માનસિક ક્ષતિવાળા બાળકોના ગૃહ ખાતે ઉજવણી પ્રસંગે, દિવ્યાંગ મતદારો સરળતાથી પોતાનું ચૂંટણી ઓળખકાર્ડ મેળવી શકે તે માટે વિશેષ બૂથ બનાવવામાં આવ્યું હતું.
જેમાં મતદાર યાદી સતત સુધારણા અંતર્ગત ચૂંટણી ઓળખકાર્ડ મેળવવા મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, સુધારા વધારા કરવા સહિતની પ્રક્રિયાના ફોર્મ અપાતા હતા તથા સ્વીકારવામાં આવતા હતા. આ તકે રાજકોટ પશ્ચિમ-૬૯ વિધાનસભા મત વિસ્તારના મામલતદારશ્રી જે. વી. કાકડિયાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોની લોકશાહીમાં ભાગીદારી વધે તે માટે દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ સાથે સંપર્કમાં રહીને, વિગતો મેળવીને દિવ્યાંગોના નામ મતદાર યાદીમાં ઉમેરવાના પ્રયાસો સતત ચાલુ છે.
[wptube id="1252022"]