વિજાપુર એસટી ડેપો ખાતે મુસાફરોની સુરક્ષાને લઈને 300 જેટલા એસટી કર્મચારીઓનું મેડીકલ ચેકઅપ કરાયું

સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એસટી ડેપો ખાતે મુસાફરોની સુરક્ષા માં વધારાને લઈને એસટી વિભાગના 300 જેટલા કર્મચારીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતુ. આ અંગે ડેપો વિભાગ ના મેનેજર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં ગરમીનો પારો વધી રહ્યો છે.તેને ધ્યાનમાં લઇને રોજબરોજ મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા ના મુદ્દે એસટી વિભાગના ઊચ્ચ અધિકારીઓ ના આદેશ ના અનુસાર ડેપો ના ડ્રાયવર કન્ડકટર હેલ્પર સહિતના તમામ કર્મચારીઓ નું મેડીકલ ચેકઅપ આરોગ્ય વિભાગ ની ટીમ ને બોલાવીને કરવામાં આવ્યું છે જેમાં બીપી તેમજ તેમજ અન્ય રોગો ની તપાસ કરવામાં આવી હતી. ડેપોના સીનીયર કર્મચારી મુરતલીફ ખાન પઠાણે જણાવ્યું હતુંકે સરકારે જાહેર કરેલ સુરક્ષીત મુસાફરી અને મુસાફરો ને સુરક્ષા આપવા નો ઉદ્દેશ સાથે અમોએ અને અમારા ડેપોના તમામ કર્મચારીઓ એ મેડીકલ ચેકઅપ કરાવી રીપોર્ટ રજૂ કર્યો છે આ ચેકઅપ ના કારણે મુસાફરો ની સુરક્ષા માં વધારો કરશે અને મુસાફરી સુરક્ષિત બનશે તેને લઈ આ મેડીકલ ચેકઅપ નું આયોજન ડેપો દ્વારા આરોગ્ય વિભાગ ના સહકાર થી કરવામાં આવ્યું હતુ.





