તા.૧૧/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની સંસ્થા રાજકોટ એમ.એસ.એમ.ઈ. પ્રૌદ્યોગિકી વિકાસ કેન્દ્રમાં વિવિધ વ્યવસાયલક્ષી/રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ૧ દિવસના ઉદ્યોગસાહસિકતા જાગરૂકતા કાર્યક્રમ અંતર્ગતની ૧૦૦ બેઠકો, ૫ દિવસના જી. એસ. ટી. સિમ્પલીફાઇડ (પ્રેક્ટિકલ) કાર્યક્રમની ૩૦ બેઠકો તેમજ ૧.૫ મહિનાના કોમ્પ્યુટરાઇઝડ એકાઉન્ટિંગ – ટેલી (જી.એસ.ટી. સાથે) કાર્યક્રમની ૩૦ બેઠકો માટે અરજીઓ કરી શકાશે.
ધોરણ ૧૦ પાસ અને ૧૮ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગસાહસિકો કે કર્મચારીઓ આ તાલીમ માટે અરજી કરી શકશે. જી.એસ.ટી. સિમ્પલીફાઇડ (પ્રેક્ટિકલ) કાર્યક્રમની ફી રૂ.૫૯૦/- તેમજ કોમ્પ્યુટરાઇઝડ એકાઉન્ટિંગ – ટેલી કાર્યક્રમની ફી રૂ.૧૧૮૦/- છે. મહિલાઓ તેમજ એસ.સી., એસ.ટી., બી.પી.એલ. તેમજ દિવ્યાંગ તાલિમાર્થીઓ માટે નિ:શુલ્ક છે. એડમિશન માટે આધાર કાર્ડ, ફોટો, સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ અને અન્ય ઓળખના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે. ૧ દિવસનો નિ:શુલ્ક ઉદ્યોગસાહસિકતા જાગરૂકતા કાર્યક્રમ આપની સંસ્થા/કોલેજમાં પણ આયોજિત કરી શકાશે. આ માટે ૯૯૦૯૭ ૯૩૧૮૬ ઉપર અથવા રાજકોટ વિસ્તાર કેન્દ્ર, ૪થો માળ, એનેક્ષી બિલ્ડીંગ, અમૃતા એસ્ટેટ, કમિશ્નર ઓફિસની સામે, ગિરનાર સિનેમા પાસે, એમ.જી. રોડ ખાતે સંપર્ક કરી શકાશે.








