
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ સુબિર શબરીધામ થી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રા (ડાંગ દંડકારણય જીલ્લામાં) પ્રખંડ સ્તર પર થી હજારો ભકતો ની મેદની સાથે નીકળી હતી આ યાત્રાનું સંતો એ પ્રસ્થાન કરાવ્યુ હતુ ડાંગ સુબીર શબરીધામ થી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રા (ડાંગ દંડકારણય જીલ્લામાં) પ્રખંડ સ્તર પર સુબીર શબરીધામથી પુજ્ય અંસીમાનંદજી, પી પી સ્વામી, યશોદાદીદી અને સાધુ-સંતો ભકતો, અને સંગઠન ના દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસ, પ્રાંત બંજરંગ દળ સહ સંયોજક મયુરભાઈ કદમ દેશ ધર્મ હિન્દુ સમાજનુ રક્ષણ કરવા ધર્માંતરણ અટકાવવા બેન દિકરી બચાવવા જેહાદી માનસીકતા ધરાવતા ષડયંત્ર વિધર્મીઓથી હિન્દુ સમાજ સાવધાન રહી આહવા ખાતે માર્ગદર્શન આપી પ્રસ્થાન કરવામાં આવ્યું
સુબીર તાલુકાના, આહવા તાલુકો અને વઘઇ તાલુકામાં ગામે ગામે શ્રીરામજી નો રથ દર્શન આપ્યા ગામમાં ગયા શ્રીરામજી નો રથનુ સ્વાગત કરવામા આવ્યુ વઘઈ- આહવા- સુબીર તાલુકા કેન્દ્ર ગામોમાં સાધુ સંતોનું પષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ જય શ્રીરામના,ભારત હમારી માતા હે શોર્ય હમારી ગાથા હે,દેશ કા બલ બંજરંગ દળ જયઘોષ સાથે શોભા યાત્રા કાઢવામાં આવી હિન્દુઓનુ યુવાનોનુ શોર્ય જગાવવા જન જાગરણ સભા કરવામાં આવી યાત્રામાં સાધ્વી યશોદા દીદી સાધુ સંતો સાથે ડાંગ યાત્રા દરમિયાન સંપુણૅ સમય સમાજ માટે આપેલ.વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ સંજયભાઈ વ્યવહારે, જીલ્લા મંત્રી રવિભાઈ સુયઁવંશી, ઉપાધ્યક્ષ કાળુભાઈ પવાર, બંજરંગ દળ ડાંગ જીલ્લા સંયોજક મીતેશભાઈ ચોયાઁ, સહ સંયોજક મયુરભાઈ સોલંકી તથા જિલ્લા સમિતિ આહવા વઘઇ સુબીર તાલુકાના જવાબદાર કાર્યકર્તા સમય આપી સમાજનો સહયોગ લઈ શોર્ય જાગરણ યાત્રા સફળ બનાવ્યો હતો આ યાત્રા માં હજારો હિન્દુ ભકતો જોડાયા હતા. શોર્ય જાગરણ યાત્રામાં જય શ્રીરામ ના જયનાદ સાથે વાતાવરણ ગુંજાયમાન બન્યો હતો.
બીક્સ….
વિશ્વમાં ભારત દેશ સૌથી યુવા દેશ છે. આજનો હિન્દુ યુવાન આપણા રાષ્ટ્રનો શક્તિ કેન્દ્ર છે. શ્રી રામજન્મ ભૂમિ મૂક્તી આંદોલન નાં ગર્ભમાંથી વિશ્વ હિન્દુ પરિષદ ના યુવા સંગઠન તરીકે બજરંગદળનો ઉદય તા. ૦૮ ઓક્ટોબર ૧૯૮૪ માં થયો વિશ્વ હિન્દુ પરિષદ ના ૬૦ વર્ષ એટલે કે ષષ્ટિપૂર્તો ના સંતોના આહવાન ઉપર આજે બજરંગદળ શૌર્ય જાગરણ ચાત્રાનું આયોજન સમગ્ર ભારત દેશમાં થયું છે. તા. ૩૦ સપ્ટેમ્બર થી ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં ભારત ભરમાં બજરંગદળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન થયું છે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવીને ધર્મ યુક્ત કર્તવ્ય બોધ આપ્યો, તેજ પ્રમાણે તત્કાલીન સમયમાં જે દિવસે ૧૯૯૨માં બાબરી ધ્વંશ કરીને ગીતા જયંતીના દિવસે બજરંગદળે આ દેશનું શાર્ય જાગૃત કર્યું હતું તે દિવસને આપણે સૌ શૌર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. સનાતન હિન્દુ ધર્મની ધરા ઉપર આસ્થા ધરાવતો આજનો હિન્દુ યુવા, એ સશક્ત અને સામપ્રધાન સમાજ નિર્માણમાં અગત્યની ભૂમિકા નિભાવવાનો છે. માં, બહેનો ની રક્ષા પુણ્ય ભૂમિની રક્ષા અને માં ભારતીની રક્ષા અને અજય રાષ્ટ્રના નિર્માણમાં એનો મહત્વનો ફાળો રહ્યો છે. એના ભાવ રૂપે આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન થયું છે. સેવા, સંસ્કાર, અને સુરક્ષાના સિધ્ધાંત ઉપર સેવા યુકત અને અનુશાસનના ઉપર ચાલનારો હિન્દુ, યુવા નિર્માણમાં સમાજનો સહભાગીતા આવશ્યક છે.આવ… આવ…. આપણે સહ સંગઠિત થઈ આજે દેશ સામે ફરીથી મહાભારત કાળ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને આપણને પડકારી રહી છે. આ રાષ્ટ્ર વિરોધી, ધર્મ વિરોધી શક્તિઓ સંગઠીત થઈ ભારતને આંતકવાદ, અલગતાવાદ, જાતિવાદી, ધર્મ, લવ જેહાદ, લેન્ડ જૈહાદ, ગૌહત્યા, ડ્રગ માફિયા અને જન સંખ્યા અસંતુલન જેવા અનેક પ્રકારના હિન્દુ સમાજ ઉપર આક્રમણ કરીને હિન્દુ અને દેશને તોડવાનો પ્રયત્ન કરી અને ષડયંત્રરચી રહ્યા છે.
વિશ્વ હિન્દુ પરિષદનું યુવા સંગઠન બજરંગદળ હિન્દુ યુવાનોને વ્યસન મુક્ત કરી સજ્જન શક્તિઓને એમનું માન સમ્માન અપાવી સંતોની સુરક્ષા અને પ્રૌઢની સેવા માટેનો ભાવ નિર્માણ કરવામાં સમાજના હિન્દુ યુવાનોને પ્રેરીત કરી આદર્શ અને નૈતિક મૂલ્ય આધારીત સામાજીક વ્યવસ્થાનું નિર્માણ કરવા માટે પ્રતિબધ્ધ છે. બજરંગદળ અને સ્થાપના દિવસથી દેશ વિરોધી અને સમાજ વિરોધી શક્તિઓ સામે સંઘર્ષ કરી રહ્યું છે. અને એમાં ઘણાંએ બલીદાનો પણ આપ્યા છે. સંઘર્ષ કરતા કરતા ઘાયલ પણ થયા છે. તેમ છતાં કાયદાની મર્યાદામાં રહીને હજી સંઘર્ષ પણ કરી રહ્યા છે ધર્મની જય અધર્મના નાશ, સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે,
શૌર્ય જાગરણ યાત્રા
૧) હિન્દુ યુવાનોમાં આપણાં પૂર્વજો પ્રતિ ગૌરવનો ભાવ જાગૃત કરવો, અમર બલીદાનીઓના જીવન ચરિત્ર માંથી પ્રેરણા લઈ દેશ માટે જીવવું એવો સંકલ્પ લે.
૨) હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે શ્રધ્ધા જાગૃત થાય અને વૈજ્ઞાનિક મહત્વને સમજે.
૩) આપણે સૌ હિન્દુ એકછીએ અર્થાત સામાજીક સમરસતા માટે સંકલ્પ બધ્ધ થાય.
૪) વ્યસનો થી દૂર થઈ દેશ ભક્તિ માટે અને સમાજ માટે બલસાળી હિન્દુ યુવાનની આજે આવશ્યકતા છે આમ મહત્વને સમજે