જંબુસર તાલુકાના પીલુદ્રાગામે કેમિકલ યુક્ત લાલ પાણી આવતા ગ્રામજનો દ્વારા સરપંચને રજૂઆત કરી હતી

જંબુસર તાલુકાના પીલુદ્રાગામે ગોકુળિયા વગા ખાતે નલ સેજલ યોજના અંતર્ગત 60 થી વધુ મકાનોમાં નળદ્વારા પાણીની સુવિધા આપવામાં આવી હતી બે થી ત્રણ મહિના શુદ્ધ પાણી આવતું હતું પરંતુ ત્યાર પછી કેમિકલ યુક્ત લાલ પાણી આવતા ગ્રામજનો દ્વારા સરપંચને રજૂઆત કરી હતી
સરપંચે આ બાબતે ગ્રામજનોને આ પાણી ઘર વપરાશ કે પીવામાંતેનો ઉપયોગ નહી કરવા ત તેમને જણાવ્યું હતું સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ આ પાણી નો ઉપયોગ કરવાથી શરીર મા ખુજલી તેમજ ચાઠાં પડેછે ઢોરો ને પીવડાવી શકાતું નથી તેથી પીવા માટે ઘર વપરાશ માટે ઢોરો ને પીવા માટે એક બે કિલોમીટર દૂરથી લેવા જવું પડે છે ગામના મોટાભાગના લોકો ખેતી કે ખેત મજૂરી તરીકે જીવન ગુજારો કરે છે આજુબાજુ ઘણી કંપનીઓ આવેલી છે કંપનીના કેમિકલ યુક્ત પાણીના નિકાલ માટે વી ઈ સી એલ કંપની ની કેનાલ દ્વારા સારોદ ગામના દરિયા કિનારે છો ડવામાં આવે છે આ કેનાલ તેમના ખેતરો પાસેથી જ પસાર થાય છે જેથી ગ્રામજનોનું માનવું છે કે ભૂગર્ભમાં કેમિકલ ભળવાથી પાણીના બોર માંથી પણ કેમિકલ યુક્ત લાલ પાણી જ નીકળે છે જેથી આ પાણી ખેતીના સિંચાઈ ઘરવપરાશ કે ઢોરોને પીવડાવવા લાયક નથી ગ્રામજનો પાણી માટે બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
બીજી બાજુ ગામના ખેડૂતો ખેતી ઉપર જીવન નિર્વાહ ચલાવે છે હાલમાં ઘણા સમયથી વરસાદે રીસામણા લીધા છે નર્મદા નહેરની કેનાલમાં પૂરતું પાણી નથી આવતું ઘણી જગ્યાએ ગાબડા પડે છે કેનાલના સફાઈના અભાવે તુટ ફૂટ થાય છે જ્યારે બોરમાંથી પાણી લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાંથી કેમિકલ યુક્ત લાલ પાણી આવતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે
પીલુદરા ગામના સરપંચ બળવંતભાઈ પઢીયારના જણાવ્યા અનુસાર તંત્રને પર્યુષણ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા ઘણી જગ્યાએથી પાણીના સેમ્પલ લઈ જવામાં આવે છે અને નિરાકરણ લાવવાની ખાતરી પણ આપે છે પરંતુ આજ દિન સુધી કેમિકલ યુક્ત લાલ પાણી જ બહાર આવે છે શુદ્ધ પાણી ક્યારે નીકળશે એની ગ્રામજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે
સરપંચ તેમજ ગ્રામજનો દ્વારાસરકારે ગરીબ પ્રજા સામે જોઈને પીવાના પાણી પશુઓ માટે પાણી મળી રહે તે માટે કોઈ અન્ય વ્યવસ્થા વહેલી તકે કરે તેવી માંગ કરાઈ
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





