
દુનિયાભરમાં સારવાર દરમિયાન લોહીની કમીથી દર વર્ષે લાખો લોકોના મોત થાય છે, પરંતુ જ્યારે કોઇ વ્યક્તિ રક્ત અને પ્લાઝમા દાન કરે છે ત્યારે એક જીવન રક્ષક તરીકે બીજાનો જીવ બચાવવાનું કામ કરે છે. રક્તદાન કરવુ બીજા લોકો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ રક્તદાતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. રક્તદાન કરવાથી શરીર અને બાકીના અંગોને શું ફાયદાઓ થાય છે.બ્લડ ડોનર જો બ્લડ ડોનેટ કરે છે તો શું ફાયદો થાય છે? જેના કારણે શરીર તમામ રોગોથી સુરક્ષિત રહે છે અને મન એક્ટિવ રહે છે. બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે, હાર્ટની હેલ્થમાં પણ વધારો થાય છે. વજન નિયંત્રણમાં રહે છે અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું રહે છે.બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત એસ ટી ડેપો મેનેજર ભીલ સાહેબ, સિદ્ધરાજ સિંહ, ભારત વિકાસ પરિષદ નાં પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, ડો સ્નેહલ તન્ના પૂર્વ પ્રમુખ, વિજય મહેતા સરદાર પટેલ વોલેન્ટર બ્લડ બેંક નાં સભ્યો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આ તકે મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત ડેપો મેનેજર ભીલ સાહેબ તથા સિદ્ધરાજ સિંહ રાયજાદા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં એસ ટી નાં કર્મચારીઓ, ભારત વિકાસ પરિષદ નાં સભ્યો તેમજ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું 72. જેટલી બોટલ કેશોદ ની પ્રસિદ્ધ બ્લડ બેંક સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંક નાં સંજય કુંભાણી , ભરત ગોસાઈ,જય કારીયા,સહકાર થી કલેક્ટ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડેપો મેનેજર ભીલ સાહેબ, મનસુખભાઈ સિંગલ એ. ટી.આઇ. તથા જેમણે એસ.ટી. ડેપો માં સફાઈ અને સતત કાર્ય શીલતા ને લઈને એસ. ટી. ડેપો ને સ્વરછ ડેપો બનાવનાર સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા ખુબજ મહેનત કરવામાં આવી છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવેલ હતું
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










