
વિજાપુર આનંદપુરા માં પીવાના પાણી ની ટાંકી અને અંતિમધામ નુ લોકાર્પણ તેમજ તળાવ માં પાણી ના વધામણાં કરાયા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી ના હસ્તે કરાયુ લોકાર્પણ
વિજાપુર તા
વિજાપુર આનંદપુરા વિસ્તારમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલના વરદ હસ્તે ગ્રામજનો માટે બનાવેલ પીવાની પાણી ની ટાંકી તેમજ સ્વ રામાભાઈ પટેલ પરિવાર ના રણછોડ ભાઈ રામાભાઈ પટેલ દાતા દ્વારા આપવામાં આવેલ દાન રકમ થી બનાવેલ રામાભાઈ પટેલ અંતિમધામ તેમજ પ્રાથમિક શાળામાં બનાવેલ પીવાના પાણી ની ટાંકી નુ લોકાર્પણ તેમજ નર્મદા નીર ના તળાવ માં વધામણાં માટેનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં પૂર્વ સાંસદ સભ્ય કેબિનેટ મંત્રી ડો એકે પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ ભાજપના પૂર્વ જીલ્લા ભાજપ ના પ્રમુખ નિતીન ભાઈ પટેલ પૂર્વ સરપંચ માધુભાઈ પટેલ તેમજ જીલ્લા સદસ્ય અર્પિતાબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અંતિમધામ માટે 16 લાખ દાન આપનાર દાતા રણછોડભાઈ આર પટેલે જણાવ્યું હતુંકે આનંદપુરા ગામ માટે સવલત રૂપ અંતિમધામ મળે તે માટે સ્વ રામાભાઈ પટેલ અંતિમધામ બનાવવા માં આવ્યું છે તેમજ ધારાસભ્ય ના ગ્રાન્ટ માંથી પ્રાથમિક શાળા માં પાણી ની ટાંકી નુ લોકાર્પણ તેમજ નર્મદાનીર ના તળાવ માં છોડવા માં આવેલ પાણી ના વધામણાં કરવામાં આવ્યા છે જેને લઇને આ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગ માં ગ્રામજનો ખાસ મોટી સંખ્યામાં હાજરી આપી હતી