BANASKANTHAGUJARATPALANPUR

રીહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીમાં પ્રકૃતિ વંદન અને રક્ષાબંધન પર્વ ની ભવ્ય ઉજવણી

31 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી શ્રી રિહેન મહેતા વિદ્યાલયમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ તથા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.. સૌપ્રથમ શાળાના બાળકોએ વૃક્ષના નારાયણ ની પૂજા કરી વૃક્ષોને રક્ષાબંધન કરી તેમનું આજીવન રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી શાળાના મેદાનમાં બાળકો દ્વારા નિર્મિત કિચન ગાર્ડન ની પણ વંદના કરી હતી તથા કિચન ગાર્ડન ના મહત્વ વિશે વકતૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. તેમજ ત્યારબાદ શાળાની સમગ્ર બહેને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું.. જ્યારે શાળા માં તમામ ભાઈઓએ શાળાની તમામ બહેનોને રક્ષાની ખાતરી આપી તમામ બહેનોને બોલપેન ભેટઆપીહતી..શિક્ષણની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તથા ભારતીય સંસ્કૃતિના જતનની સાથે સાથે તેમના માં શિસ્ત અને નીતિમત્તા ના ગુણ જળવાઈ રહે તે માટે સમયાંતરે શાળામાં આવા કાર્યક્રમો કરવામાં આવે છે.. કાર્યક્રમમાં સુંદર આયોજન માટે શાળાની શિક્ષિકા ઓ પ્રજાપતિ લીલાબેન, રોશનીબેન પ્રજાપતિ તેમજ પૂનમબેન પ્રજાપતિ ને શાળાના આચાર્યશ્રી ડૉ.આર.કે.પ્રજાપતિ એ અભિનંદન પાઠવ્યા હતા..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button