AHAVADANG

ડાંગ જિલ્લામાં કાળઝાળ ગરમીની વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બે કલાકમાં સરેરાશ 16.25 મિમી વરસાદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આખરે જૂન મહીનાનાં પ્રારંભનાં સપ્તાહમાં જ વીજળીનાં કડાકા ભડાકા અને પવનનાં સુસવાટા સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી…પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં જૂન મહિનાનાં પ્રારંભનાં સપ્તાહમાં જ ચોમાસાની ઋતુનો હરકભેર આગમન નોંધાયુ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,સાકરપાતળ, વઘઇ, ઝાવડા,ભેંસકાતરી,કાલીબેલ,બરડીપાડા,મહાલ, આહવા,બોરખલ, ગલકુંડ, ચીંચલી,ગારખડી,સુબિર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોનાં ગામડાઓમાં રવિવારે બપોરનાં વીજળીનાં કડાકા ભડાકા અને જોરદાર પવનનાં સુસવાટા સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં રવિવારે અચાનક જ ચોમાસાની ઋતુએ આગમન કરતા જનજીવનમાં નાસભાગ મચી જવા પામી હતી.ડાંગ જિલ્લાનાં શામગહાન સહિત આહવા પંથકમાં ફૂંકાયેલ મીની વાવાઝોડાનાં પગલે અમુક મકાનોનાં પતરા જમીનદોસ્ત થયા હતા.તથા આંબા વાડીઓમાં આંબા સહિતનાં ઝાડો ધરાશયી થતા જંગી નુકસાનીનાં અહેવાલો સાંપડી રહ્યા છે.ડાંગ જિલ્લામાં રવિવારે શામગહાન ખાતે અઠવાડીક બજાર ભરાયો હોય અને બપોરનાં અરસામાં ગાજવીજ અને પવનનાં સુસવાટા સાથે ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા વ્યપારીઓનો લાખોનાં મતાનો માલસામાન પલળી જતા જંગી નુકસાન થયુ હતુ.ધોધમાર વરસાદનાં પગલે બજારમાં આવેલ લોકોમાં નાસ ભાગ મચી હતી.અહી વ્યાપારીઓ પણ સામાનને બચાવવા માટે પૂરો જીવ દાવ પર લગાવ્યો હોવા છતાંય સામાન વરસાદી પાણીથી બચાવી ન શકતા માથે હાથ દેવાનો વારો આવ્યો હતો.તેવીજ રીતે ડાંગ જિલ્લાનાં વ્યાપારી નગર વઘઇ ખાતે પહેલા જ વરસાદમાં રેલવે સ્ટેશન વિસ્તારનાં મેઈન બજારને જોડતા માર્ગે પર પાણી નીકળવા માટે ગટરની વ્યવસ્થા ન હોવાનાં પગલે અહી બજારનાં માર્ગ પર આશરે બે ફૂટથી વધારે પાણી ભરાતા રાહદારીઓ સહિત બાઇક ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચોમાસાની ઋતુનું આગમન થતા અતિ તપ્ત ધરા પાણીનાં નિતાર સાથે પલ્લવિત બની હતી.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલમાં ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.ગિરિમથક સાપુતારા ખાતે  વરસાદી માહોલ બાદ જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બન્યુ હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકમાં 18 મિમી,સુબિર પંથકમાં 12 મિમી,સાપુતારા પંથકમાં 05 મિમી જ્યારે સૌથી વધુ આહવા પંથકમાં 30 મિમી અર્થાત 1.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

[wptube id="1252022"]
Back to top button