
તા.૧૮.એપ્રિલ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
કાલોલ તાલુકાના એરાલ ગામે રહેતા આતિશ શેખ નો દીકરો આઠ વર્ષીય મોહમ્મદ ઝેબ એ રમજાન માસનો પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.મહત્વપૂર્ણ પવિત્ર રમજાન માસ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ત્યારે મુસ્લિમ સમુદાયના લોકો પોતાના રબને રાજી રાખવા ઇબાદત પણ કરી રહ્યા છે.ત્યારે નાના ભૂલકાઓ પણ પોતાના પરિવારના વડીલોને અનુસરી થઈ રોજા રાખવા પ્રેરણાદાયી બન્યા છે.ત્યારે એરલ ગામે આવેલ મસ્જિદ ફળિયામાં રહેતા આતિશ શેખના આઠ વર્ષીય દીકરો મોહમ્મદ ઝેબ એ ધોમ ધકતા તાપની પરવા કર્યા વિના રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.જ્યારે પરિવારજનો સહિત સૌ કોઈએ મોહમ્મદ ઝેબને શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]









