હાલોલના કંજરીરોડ ત્રણ રસ્તા પાસે ગટર લાઇન નાં ખોદેલા ખાડામાં બસ અને લોડીંગ ટેમ્પો ફસાયો.

તા.૧૬.ફેબ્રુઆરી
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ માં છેલા ત્રણ વર્ષ ઉપરાંત થી ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ થવાને આરે છે.ત્યારે આ કામગીરી કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા આખા શહેરને ખાડાઓ માં ફેરવી દેવામાં આવ્યું હતું.અને ખાડાઓ અને ખોદકામ ઉપર કરવાના પીચિંગ કામ માં વેઠ ઉતારવામાં આવ્યા પછી નગર પાલિકા દ્વારા પણ રોડ રસ્તાના નવીની કરણ ની કામગીરી માં વેઠ કરતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે.અનેક વાહન ચાલકો ના વાહનો આ ખોદકામો માં ફસાઈ જતા મુશ્કેલીઓ સર્જાય છે. આજે બે વાહનો વહેલી સવારે હાલોલના કંજરી ત્રણ રસ્તા ઉપર ફસાઈ ગયા હતા.હાલોલ શહેરમાં 2019 માં અમલીકરણ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના ની કામગીરી ના ત્રણ વર્ષ માં આખા શહેરને ખોદકામ કરી કામગીરી કરાઈ છે.જોકે નક્કર કામગીરી આ ખાડાઓ ભરવા અને નવા રસ્તાઓ નિર્માણ કરવા માં નહીં થતા વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે.જ્યારે આજે સવારે એસ ટી નિગમ ની બસ અને એક લોડીંગ ટેમ્પો આ ખાડામાં ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જ્યારે ભારે જેહ્મત બાદ બંને વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતા.