MORBIMORBI CITY / TALUKO

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ફરી પેપર ફોડ ઘટનાથી મોરબીમાં આમ આદમી પાર્ટી તંત્રને પત્ર પાઠવ્યો

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ફરી પેપર ફોડ ઘટનાથી મોરબીમાં આમ આદમી પાર્ટી તંત્રને પત્ર પાઠવ્યો

ફરી ગુજરાતમાં પેપર લીક ઘટના તંત્રની લાપરવાહી સામે ઉઠતા પ્રશ્નો અંગે વિવિધ સંસ્થાઓ રાજકીય નેતાઓ મા ભરોસાની ભાજપ સરકારના રાજમાં મોકો જોઈ ચોકો મારવાની ઈચ્છાધારી બેટિંગ વિવિધ સંસ્થાઓ સહિત આમ આદમી પાર્ટી દ્વારા રાવ રજૂઆતો ઊંટવામી છે જેમાં મોરબી જિલ્લા કલેકટર સમક્ષ તારીખ 30 1 2023 ના સવારે 11:00 વાગ્યાના સુમારે લેખિતમાં આમ આદમી પાર્ટી આપનાર નેતા આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જાણવા મળતી વિગતે એવી છે કે

આપ જાણો છો કે, તા. 29-01-2023ના રોજ યોજાનારી સ્પર્ધાત્મ પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ કરવી પડી પરીક્ષા રદ કરવાનો મતલબ છે કે 9.53 લાખ યુવાનોના પરિવારના સપના રોળાઈ જવા. કરોડો રૂપિયાનો વિદ્યાર્થીઓએ કરેલો ખર્ચ એળે જવા આજે મોંધવારીના સમયમાં પરીક્ષા પાછળ પુસ્તકો, વર્ગો, વાહન ખર્ચ વગેરે મળીને એક એક વિધાર્થી ઓછામાં ઓછા 50,000/- રૂપિયાનો ખર્ચ કરે છે અને બીલીકલ પરીક્ષાના દિવસે જ એને ખબર પડે છે કે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઇ!! વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને દર વખતે નાના નાના ગુનેગારોને પકડીને રૂટિન કામની જેમ પૂરું કરી દેવું એ શું દર્શાવે છે? ખુબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની જનતાએ ભરોસાની ભા.જ.પ સૂત્ર પર વિશ્વાસ મૂકીને જે જંગી બહુમતી સરકારને આપી એ ભરોસા પર આપની સરકાર ખરી નથી ઉતરી.

એક જવાબદાર વિરોધપક્ષ તરીકે આમ આદમી પાર્ટી-ગુજરાતની આપની પાસે માંગણી છે કેઃ

1) અત્યારસુધી ફૂટેલા તમામ પેપરો માટે કેટલા અને કોણ કોણ લોકો પકડાયા એની વિગતો જનતા સામે મુકવામાં આવે,

2) હાલના બનાવ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, ૩) અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવી રોજ રોજના ધોરણે સુનાવણી કરી કેસો સમયમર્યાદામાં પુરા કરવામાં આવે 1) હાલની પરીક્ષાના ઉમેદવારોને થયેલા નુકશાન માટે દરેકને રૂપિયા 50000/- વળતર આપવામાં આવે,(5) સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે અને હવે પછી એક પણ પેપર ખાનગી પ્રેસમાં ના છપાય તેવી જોગવાઈ કરવામાં આવે, 6) વિધાનસભાના આગામી સત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરો ફૂટવાના સંદર્ભમાં આકરી સજાની જોગવાઈઓ કરતો કાયદો લાવવામાં આવે જેથી રોજે રોજ પેપર ફૂટવાના દુષણને નિવારી શકાય,

[wptube id="1252022"]
Back to top button