
૨૧-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- (૧) ભીમાસર – ધર્મશાળા રોડ ને શેખપીર થી પાલારા જેલ સુધી બાયપાસ,
(૨) સામખિયાળી – માળીયા – મોરબી સીક્ષ લેન,
(૩) કંડલા – નવલખી કોસ્ટલ હાઇવે,
(૪) ઘડૂલી – સાંતલપુર ફેસ – ૨ કામ શરૂ કરવા,
સડક પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રીશ્રી નિતિન ગડકરીજી સાથે કચ્છ ના સાંસદ શ્રી વિનોદ ચાવડા એ રૂબરૂ મુલાકાત કરી કચ્છ ના રોડ – રસ્તા હાઇવે અને રાજ્ય ને જોડતા ધોરી માર્ગો વિષે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કચ્છ થી માળીયા – મોરબી નેશનલ હાઇવે ખૂબ જ ટ્રાફિક અને ભારે વાહનોનાં આવન-જાવન થી કાયમ ટ્રાફિક જામની પરિસ્થિતી રહે છે. આ રસ્તો સીક્ષ લાઇન બનાવવા ઘડૂલી – સાંતલપુર રોડ ફેસ – ૨ નું કામ શરૂ કરાવવા માટે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કચ્છ થી ગુજરાત – દેશના અન્ય ભાગો માં જવા માટે માત્ર નેશનલ હાઇવે નંબર ૮ એકજ રસ્તો છે. જે સદૈવ ટ્રાફિક જામના કારણે કલાકો સુધી બંધ જેવો રહે છે માટે કંડલા થી માળીયા – નવલખી કોસ્ટલ હાઇવે બને તો કી.મી. પણ ઘટી જાય અને બંદરોના વિકાસ માં પણ ખુબજ ઉપયોગી માર્ગ બની શકે. જ્યારે ભીમાસર – ભુજ – ધર્મશાળા હાઇવે નંબર ૩૪૧ નું કામ પૂર જોશમાં ચાલુ છે, જે રોડ ભુજ શહેરમાંથી પસાર થતો હોવાથી જેથી રહેણાક, દુકાનો ને તોડવા પડે સાથે સડક સુરક્ષા સંબધી પ્રશ્નો પણ ઉભા થાય છે અને પ્રદૂષણ નો પણ ફેલાવો થસે, માટે શેખપીર (ભુજ) થી પાલરા જેલ સુધી રસ્તો બાયપાસ બને તે માટે ની રજૂઆતો શ્રી વિનોદ ચાવડાએ કરી હતી. મંત્રીશ્રી નિતિન ગડકરીજી એ રજૂઆત નોંધ કરી સકારાત્મક પ્રતીભાવ આપ્યો હતો.