પાલનપુર ખાતે સ્વસ્તિક બાલવાટિકા માં મહા શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી

8 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે શિક્ષણની સાથે સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આવા શુભ હેતુસર શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના બાલવાટિકા વિભાગમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ પૂજન કરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બાલવાટિકાના ભૂલકાઓ શંકર ભગવાન, પાર્વતી માતા, ગણેશજી, મહાદેવજી નો પોઠિયો, પારધી વગેરે વેશ ધારણ કરી મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી. ગુરુજીઓ દ્વારા બાળકોને શિવરાત્રી પર્વ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વસ્તિક આર્ટ એકેડમી નાં ચેરમેન રોહિતભાઈ ભૂટકા, પ્રાથમિક શાળાના આચાર્ય રવિભાઈ મેણાત, ઉપાચાર્યાં રંજનબેન પટેલ, બાલ વાટિકા નાં સુપરવાઈઝર કેતનાબેન પટેલ તેમજ બાલવાટિકા નાનાં ભૂલકાઓએ પૂજા અર્ચના, આરતી કરી શિવની આરાધના કરી હતી.આ કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.