ARAVALLIGUJARATMEGHRAJ

લ્યો બોલો…. મેઘરજ તાલુકામાં પંચાયત કચેરીમાં CCTV કેમેરા જ નથી,બંધ બારણે ભ્રષ્ટાચાર થવાની બીક..?

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

લ્યો બોલો…. મેઘરજ તાલુકામાં પંચાયત કચેરીમાં CCTV કેમેરા જ નથી,બંધ બારણે ભ્રષ્ટાચાર થવાની બીક..?

કહેવાય છે વિકાસશીલ ગુજરાત હવે ડિજિટલ ગુજરાત પણ બની ગયું પણ હાલ કેટલી એવી જગ્યાઓ છે જ્યાં આજે પણ ડિજિટલ યુગ બનવા જંખી રહ્યું છે સરકાર દ્વારા વિવિધ જગ્યાએ CCTV કેમેરા ફરજીયાત લગાવવા આહવાન કરવામાં આવ્યું છે છતાં આજે પણ એવી જગ્યાઓ છે જ્યાં CCTV કેમેરા રાહ જોઈને બેઠા હોય તેવું લાગી રહયું છે જેમાં વાત છે સરકારી વિવિધ કચેરીઓ જેવી કે તાલુકામાં પંચાયત ની કચેરી જે તાલુકા ની મુખ્ય કચેરી ગણવામાં આવે છે જ્યાં આજે પણ CCTV નથી એવી એક તાલુકા પંચાયત ની કચેરી એટલે મેઘરજ તાલુકા પંચાયત ની કચેરી

 

અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકા પંચાયત કચેરી જે કરોડો રૂપિયા માં બનેલિ કચેરી અને નવીન કચેરી બનાવ્યે પાંચ વર્ષ જેટલો સમય થયો પરંતુ આ કચેરીમાં આજે એક પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી ત્યારે આ બાબતે અનેક સવાલો ઉભા થયાં છે ખાસ કરીને તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયત થી લઇ વિવિધ કામો માટે લોકો તાલુકા પંચાયત ખાતે આવતા હોય છે ત્યારે તાલુકા પંચાયત માં કોઈ કામમાં કે પછી ગ્રામ પંચાયત ની અંદર જે તે લોકો ફાઈલો લઈને બીલો પાસ કરાવવા આવતા હોય છે તેની પર ચોક્સ દેખરેખ રહે તે માટે CCTV કેમેરા લગાવેલા હોય તે જરૂરી છે.વધુમાં મેઘરજ તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ થઇ જતી હોય છે ત્યારે શું કોઈ અધિકારી ને આ બાબતે ધ્યાન કેમ નથી જતું..? એ પણ એક સવાલ છે.તો તાલુકા પંચાયત કચેરી CCTV લગાવવામાં આવે તેવી હાલ તો સામાન્ય જનતાઓ દ્વારા માંગ સેવાઈ રહી છે જો CCTV લગાવામાં આવે તો હજુ પણ ભ્રષ્ટાચાર અટકાવી શકાય છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્યાન દોરે અને કચેરી CCTV કેમેરા થી શુશોભીત થાય અને ડિજિટલ ગુજરાતની હરોળમાં મેઘરજ તાલુકા પંચાયત કચેરીનો સમાવેશ થાય તે જરૂરી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button