GUJARAT

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*

આગામી ૪ જૂન-૨૦૨૪ના રોજ મત ગણતરી કેન્દ્ર પર મોબાઇલ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો લઇ જઇ શકાશે નહી, 
ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થઈ છે. જે મુજબ તા.૧૬/૦૩/૨૦૨૪થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં તા.૦૭/૦૫/૨૦૨૪ના મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણીની કામગીરી તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી ચાલશે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પાડી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪થી મતગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં માટે નીચે મુજબના હુકમો કરવામાં આવ્યા છે.
મતગણતરીના દિવસ તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ મતગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલા વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે લઈને જઈ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં કે વાયરલેસ ડીવાઈસિસ જેવા કે બ્લૂટુથ, પેન કેમેરા, મોબાઈલ કે ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈ પણ ઈલેક્ટ્રોનિક સાધનો લઈ જઈ શકશે નહીં.
આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અધિકારીઓ અને ફરજ પર સલામતી માટેના કર્મચારીઓ તથા અધિકૃત કરેલા ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, વ્યક્તિઓ/બાબતોને લાગુ પડશે નહીં.
કોઈ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઈ વ્યક્તિ દ્વારા આ જાહેરનામાના નિયમોનો ભંગ કરવામાં આવશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.

– રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ 

[wptube id="1252022"]
Back to top button