
તા.૨/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Lodhika: રાજકોટ જિલ્લાના સામુહીક આરોગ્ય કેંદ્ર લોધીકા ખાતે તા ૦૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૯:૩૦ કલાકે દીવ્યાંગ લાભાર્થીઓ માટેનો સાધન સહાય કેમ્પ યોજાશે

આ કેમ્પમાં સંબંધિત વિસ્તારોના દીવ્યાંગ લાભાર્થી જેવાકે અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ખામી, અંધત્વ, સેરેબ્રલ પાલસી પ્રકારની દીવ્યાંગતાની કેટેગરી મુજબની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ટ્રાયસિકલ, વ્હિલચેર, સ્માર્ટ ફોન, ફોલ્ડીંગ સ્ટીક સહીતની વિગેરે સહાયક ઉપકરણ સી.એસ.આર. (CSR) હેઠળ જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની પહેલ હેઠળ એલીમ્કો (ALIMCO APC) દ્વારા આપવામાં આવશે. આ કેમ્પમાં દરેક દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર મેડીકલ ટીમ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોષી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કેમ્પમાં વિંછિયા અને લોધીકા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહી બહોળા પ્રમાણમાં લાભ લે તેવી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.








