GUJARATKUTCHNAKHATRANA

“ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરનાર લોરેન્સ બિસ્નોઈ ગેંગ ના બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજ કચ્છ પોલીસ.. , 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ.

નખત્રાણા તા-16 એપ્રિલ : પક્ષ્મિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના કર્મચારીઓ નખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મુંબઇ પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજને માહિતી મળેલ કે, ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરીને બે શખ્સો નાસી ગયેલ છે જે બાબતે ડી.સી.બી. સી.આઈ.ડી. ગુ.ર.નં. ૩૯/૨૦૨૪ આઇ.પી.સી. ક.૩૦૭,૩૪ તથા આર્મ એક્ટ ક.૨૫(૩) મુજબનો ગુનો દાખલ થયેલ છે જે કામેના આરોપીઓ હાલે કચ્છ જીલ્લા બાજુ હોવાની શક્યતા છે. જે જણાવેલ હકીકત આધારેને ટેકનીકલ વર્ક આઉટ કરી તેમજ ખાનગી બાતમીદારો સક્રીય કરેલ દરમ્યાન માહિતી મળેલ કે,આરોપીઓ હાલે માતાનામઢ મંદીર પરીસરમાં હાજર છે. જેથી બાતમી હકીકત આધારે તપાસ કરતા (૧) વિકિ સાહેબસાબ ગુપ્તા(ઉ.વ. 24) રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી.વેસ્ટ ચાંપાનેર બિહાર તથા (૨) સાગર શ્રીજોગેન્દ્ર પાલ (ઉ.વ. 21) રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર વાળા બે ઇસમો મળી આવેલ તેમની પુછપરછ કરતા ઉપરોક્ત ગુના કામેની કબુલાત આપતા હોય જેથી બન્ને આરોપીઓને હસ્તગત કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યાવાહી કરી આગળની તપાસ માટે બન્ને આરોપીઓનો કબ્જો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોપતી પક્ષ્મિ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજ ટીમ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button