
તા.૧૭ મે
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લાના વિવિધ તાલુકામાં યોજાયેલી ૧૧ પશુપાલન શિબિર
પશુજન્ય રોગો સામે રક્ષણ આપવા માટે રાજયભરના ઘેટા બકરાઓને વિના મૂલ્યે કૃમિનાશક દવા પીવડાવવાનું અભિયાન રાજયસરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે અનુસાર જાન્યુઆરી-૨૦૨૩ની થી માર્ચ-૨૦૨૩ દરમ્યાન રાજકોટ જિલ્લામાં ૨ લાખ ૩૨ હજારથી વધુ ઘેટા બકરાઓને કૃમિનાશક દવા પીવડાવામાં આવી હતી.

પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓની માહિતી, પ્રચાર-પ્રસાર,પ્રદર્શન તેમજ અદ્યતન વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અંગે પશુપાલકોને જાણકારી આપવા માટે વિવિધ તાલુકાઓ ખાતે તાલુકા પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે જાન્યુઆરી-૨૦૨૩ની થી માર્ચ-૨૦૨૩ દરમ્યાન જિલ્લાના વિવિધ ૧૧ તાલુકાઓમાં પશુપાલન શિબિરનું આયોજન કરી પશુઓની વધુને વધુ કાળજી રાખવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમ નાયબ પશુપાલન નિયામકશ્રી એ.યુ. ખાનપરાની યાદીમાં જણાવાયું છે.








